Charchapatra

સોનાની સુરત બની રહી છે બદસૂરત

સુરત સોનાની મૂરત તરીકે વખણાતું એક અનોખું ઐતિહાસિક શહેર હવે ધીરે ધીરે બદસૂરત બની રહ્યું છે.ખાડીપૂરથી સુરતવાસીઓને કરોડોનું નુકસાન થયું તેમાં ખાડીની સરકારી સંપાદિત જમીનમાં બિનઅધિકૃત બાંધકામથી પ્રવાહ અવરોધાતાં પ્રવાહ શહેરમાં આવી તબાહી મચાવી. સુરત એરપોર્ટ બાબતે પણ સુરતની જનતાને વડોદરા, અમદાવાદ જેવાં શહેરોને મળતો લાભ મળશે નહીં. ‘‘સુરત એરપોર્ટને નાનકડું રાખવાનો કારશો.’’ પ્રથમ સુરત એરપોર્ટને નડતરરૂપ ત્રણ એપાર્ટમેન્ટને તોડવાનો નિર્ણય, ત્યાર બાદ એપાર્ટમેન્ટની ઉપરની પાણીની ટાંકી જ તોડવી પડે એવો નિર્ણય, અંતે સદર એપાર્ટમેન્ટની બાંધકામની L.O.C. એરપોર્ટ ઓથોરિટી તરફથી આપવામાં આવેલ હોવાનું જાહેર થતાં હવે સુરતીઓને 204 વર્ષ સુધીની લોલીપોપ આપવામાં આવી.

હવે પાળા યોજનાની સંપાદિત જમીન અંગેનો વિવાદ સરકારે જ બનાવેલ. G.O.R.C.માં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આવી જગ્યામાં બાંધકામની પરવાનગી માટે હવે O.R.D મુજબ મંજૂર આપવામાં આવે એમાં સિંચાઈ વિભાગના અભિપ્રાયની જરૂર નથી એવું જણાવવામાં આવેલ છે. જે સિંચાઈ વિભાગે પાળા માટે જમીન સંપાદન કરી તેના નકશા તથા સંપૂર્ણ વિગત હોય એ જ કચેરી ઊંચી મૂકવી શું સૂચવે છે? પાળાના બાંધકામ બાબતે પાળાના નદી પાછળના સ્લોપ પછી 30 મિટર વાહનોની અવરજવર માટે રસ્તા તરીકે ઉપરાંત પાળાના બાંધકામ માટે માટી મેળવવા બોરોપીટ સુધી જમીન સંપાદન થયેલ છે.

હવે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (D.C.R) મુજબ નદીની નિર્ધારિત બાઉન્ડરીથી 30 મિટરનું માર્જિન રાખવું જરૂરી છે. હવે 30 મિટર માર્જિને નદીના કાંઠેથી 30 મિટર મતલબ કિનારો ક્યો ગણવો તે અદૃશ્ય છે. ખરેખર પાળાની સંપાદિત જમીનમાં કોઈ પણ બાંધકામ થઈ શકે નહીં. પરંતુ હાલમાં પાળાની સંપાદિત જમીન ઉપરાંત પાળાના સ્લોપ સુધી બાંધકામ થઈ ગયેલું. આંખે દેખાય છે ખાડી પૂરની જેમ નદીના પાળાને જો નુકસાન થાય તો તાકીદે રીપેર કરવા વાહન જઈ શકવાનું નથી અને નદીથી થતી મોટી તબાહી રોકી શકાશે ખરી?!
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top