ટ્રમ્પની ટેરીફ નીતિના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાને અસર થઈ છે અને રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થતા અમેરિકાએ કુટનીતી વાપરીને રશિયાના અમેરિકામાં જે પણ ડૉલર હતા તે તમામ ફ્રીજ કરી દીધા છે, પરિણામે અમેરિકાની શાન તો બગડી જ છે અને આજે દુનિયાભરમાં અમેરિકાના ડૉલર તરફનો વિશ્વાસ પણ ઘટતો જાય છે અને તેને કારણે ડોલર પણ પોતાની પકડ ગુમાવતું જાય છે. આજે દરેક કરન્સીનું ધોવાણ એટલું જલ્દી થાય છે અને કિંમત એટલી ઝડપી ઘટે છે કે તેની સામે સોનું મજબૂત રીતે ટકી રહે છે તેથી લોકો આજે સોના ચાંદીને યોગ્ય રોકાણોમાં ગણવામાં આવે છે.
દાખલા તરીકે જો બેંકમાં 10 લાખ રૂપિયા વ્યાજે મૂક્યા હોય તેના કરતાં 10 લાખનું સોનું લીધું હોય તો મુદત પ્રમાણે કે લાંબેગાળે સોનાના ભાવમાં જ વધારો થતો જોવામાં આવે છે અને તેથી જ લોકો હવે સોનાની ખરીદી તરફ વળ્યા હોય એનો ભાવ સતત વધતો જ જાય છે. સોનુ હવે માત્ર દાગીના પહેરવા પૂરતું જ સીમિત નથી રહ્યું. તે હવે રોકાણકારોના રોકાણ માટે પણ શ્રેષ્ઠ છે અને તેથી જ હવે સોનાનો ભાવ ઘટે તેવી ટૂંકા સમયમાં કોઈ શક્યતા નથી.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.