શ્રીમદ્ ભગવદ્ ગીતા મેનેજમેન્ટનાં વિવિધ ભાષણોમાં સારા સારા વક્તાઓ દ્વારા આવરી લેવામાં આવે છે. વક્તવ્યની જેમ સારા સારા લેખોમાં પણ ગીતાજીના શ્લોકોનો ઉલ્લેખ કરાય છે. એકાદ વર્ષ અગાઉ સરકારી / ખાનગી સંસ્થા દ્વારા લાખો વિદ્યાર્થીઓને આ ગ્રંથ પુસ્તક સ્વરૂપે આપવામાં આવ્યો. આ જાણીને વિચાર આવ્યો કે આ કેટલું સાર્થક થશે. તો એના માટે એક સરસ અને પ્રેકટીકલ વાત. ગીતાજીના અગિયારમા અધ્યાયના તેંત્રીસમા શ્લોકમાં આવતું અર્જુનનું એક નામ “સવ્યસાચી” એટલે કે બન્ને હાથે બાણ ચલાવનાર છે.
જો વર્તમાન ક્રિકેટનું દૃષ્ટાંત આપી સમજાઉં તો જે ખેલાડી ડાબેરી અને જમણેરી રમી શકે (અંગ્રેજીમાં જેને ઓમનીડેક્ષ્ટર કહે છે) તેને આપણે “સવ્યસાચી” કહી શકીએ. આવું જ કંઇક ઉનાળાના વધતા જતા તાપમાન માટે પણ ગીતાજીમાં કહેવાયું છે. પ્રદૂષણ જેવાં કારણો આપણા હાથની વાત નથી. પરંતુ આશ્વાસન આપવા પૂરતી પેલી કહેવત છે ને “દુ:ખનું ઓસડ, દા’ડા”. આવું જ કંઇક શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના ચૌદમા શ્લોકમાં કહેવાયુ છે કે સુખ-દુખ, ગરમી-ઠંડી વગેરે “અનિત્ય” છે. (આ દિવસ પણ નીકળી જશે.) વાચક મિત્રો, આગળ સ્વયં પોતેજ સમજવા પ્રયત્ન કરો એ અપેક્ષાસહ, અસ્તુ.
સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.