નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) પર હુમલો (Attack) કર્યા બાદ હમાસના (Hamas) આતંકવાદીઓ (Terrorist) એક મ્યુઝિક કોન્સર્ટમાં (Music Consert) ઘૂસી ગયા હતા. આતંકવાદીઓએ કોન્સર્ટમાં ઓછામાં ઓછા 260 લોકોની હત્યા (Murder) કરી હતી. તેઓએ અહીંથી મોટી સંખ્યામાં લોકોનું અપહરણ (Kidnapping) પણ કર્યું હતું. સોશિયલ મીડિયા લોકો સાથે આતંકવાદીઓની બર્બરતાના વીડિયો અને તસવીરોથી ભરેલું છે.
આવો જ એક વીડિયો સામે આવ્યો, જેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ વીડિયોમાં હમાસના આતંકીઓ એક યુવતીના શરીર પર બેસીને ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તેઓ તેના શરીર પર થૂંકતા હતા. તેઓ તેને એક ટ્રક પર મૂકીને પરેડમાં પણ લઈ ગયા હતા. યુવતીના શરીર પર કપડાં પણ નહોતા.
એક રિપોર્ટમાં અનુસાર આ યુવતીની ઓળખ થઈ ગઈ છે. તેનો પરિવાર યુવતીને તેના ટેટૂ અને વાળથી ઓળખી છે. આ યુવતી જર્મન ટેટૂ આર્ટિસ્ટ શની લૌક (German Tetu Artist Sani Lauk) છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ શનીની હત્યા કરી હતી અને તેના મૃતદેહની પરેડ પણ કાઢી હતી. પરંતુ હવે શનીની માતાએ ચોંકાવનારી માહિતી આપી છે. શનીની માતાએ દાવો કર્યો છે કે તેની પુત્રી જીવે છે, તે મરી નથી. એક અહેવાલ મુજબ, શનીની માતા રિકાર્ડાએ ઇન્ટરનેટ પર એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે.
જેમાં તે જણાવે છે કે ગાઝા પટ્ટીમાં રહેતા તેના એક પારિવારિક મિત્રએ કહ્યું છે કે તેની પુત્રી જીવિત છે. તે હમાસની હોસ્પિટલમાં દાખલ છે. આ પછી તેણે જર્મન સરકારને તેની પુત્રીની સુરક્ષિત પાછા લાવવા માટે અપીલ કરી છે. વીડિયોમાં તે કહે છે કે, ‘અમને માહિતી મળી છે કે શની જીવે છે પરંતુ તેને માથામાં ઈજા થઈ છે અને તેની હાલત ગંભીર છે. દરેક મિનિટ મુશ્કેલ છે. અમે જર્મન સરકારને તાત્કાલિક કંઈક કરવાની માંગ કરીએ છીએ. શનીને ગાઝા પટ્ટીમાંથી બહાર કાઢવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે.
શનીની માતા વધુમાં કહે છે, ‘આ મારી જર્મની અને સમગ્ર દેશને અપીલ છે કે મારી દીકરી શનીને સ્વસ્થ કરી ઘરે પાછા લાવવામાં મદદ કરો.’ પરિવારને આ માહિતી આપનાર એક્સપર્ટનું કહેવું છે કે તેમને પણ શનીને મળવા હોસ્પિટલ જવા દેવામાં આવી રહ્યા નથી. શનીના પરિવારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને બેંક તરફથી માહિતી મળી છે કે તેમની પુત્રીના ક્રેડિટ કાર્ડનો ગાઝામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જે દર્શાવે છે કે કોઈએ તેનો સામાન પણ લૂંટી લીધો છે.
7 ઓક્ટોબરે આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો
હમાસે શનિવારે સવારે ઈઝરાયેલ પર 5000 રોકેટ ફાયર કરીને હુમલો કર્યો હતો. ત્યાર બાદ હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલના દક્ષિણ ભાગમાં ઘૂસી ગયા હતા. અહીં તેઓએ લોકોનો નરસંહાર કર્યો અને 150થી વધુ લોકોનું અપહરણ કર્યું હતું. અપહરણ કરાયેલા લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. મોટાભાગના અપહરણ સંગીત સમારોહમાંથી થયા છે. અહીં શનિ ઉપરાંત લગભગ 3500 યુવાનો હાજર હતા. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1200 ઈઝરાયેલી લોકોના મોત થયા છે. જ્યારે બે હજારથી વધુ લોકો ઘાયલ છે.