બી.એસ.એન.એલના કારભારથી દેશનો ભાગ્યેજ કોઈ નાગરિક ખુશ હશે. તેની ગેરવહિવટને કારણે અથવા તો મોદીના મિત્ર જીઓએ બી.એસ.એન.એલ.ના બદનામ અને બરબાદ થઈ ગયું. પરંતુ ગ્રાહકોને ભારે નુકશાનમાં ઉતારતું ગયું.
મોદીના આ મિત્ર સામેની કંપનીના અમલદારો, ટેકનીશીયનોને ફોડે છે. કામગીરી બગાડે છે. તે કંપનીના ગ્રાહકોમાં અસંતોષ ફેલાવે તેની ઘરાકી અને ચીજવસ્તુની ગુણવત્તા બગાડે, અને છેલ્લે એજ કંપની ખરીદી લે. તેને દેશદ્રોહીઓનો તોયે નથી, કોમીવાદ, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચાર, ધારાસભ્યોની ખરીદી, બેન્કોના નાણાં લઈ વિદેશ ભાગી જનારા દેશદ્રોહીઓ અનેક પેદા થયા છે તેનાંથી જાસુસી ખાતુ કે પોલીસ તંત્ર કોઈને પકડી લાવી તેમનું સરઘસ કાઢી ગળામાં પાટીયું ભેરવી જાહેર માર્ગો પર તેમની પરેડ કરાવી શકે એવા પ્રમાણિક અમલદારો કે પ્રધાનો હવે આ દેશમાં પાકવાના નથી.
મોદી જ્યારથી વડાપ્રધાન બન્યો છે, ત્યારથી દેશમાં નીતમત્તા, પ્રમાણિકતા, સંવેદનશીલતા સમજદારીનું ધનોતપનોત નીકળી ગયું છે અને ધારાસભ્યોની બેફામ ખરી દીકરીના માણસ લાલકિલ્લા પર ઊભો રહી દેશને નીતિના પાઠ ભણાવે છે. આવો બેશરમ વડાપ્રધાન વિશ્વમાં ક્યાંય પેદા થયો નથી.
(2) કોંગ્રેસ કે બિન કોંગ્રેસી બીજી કોઈ સરકારો આટલી હદે નીચે ગઈ ન હતી અને દેશને શરમજનક હાલતમાં મૂકવા બદલ આ લોકો જરાય શરમાતા નથી. ન્યાયતંત્ર ઈન્ફોર્સમેન્ટ ડીવીઝનનો એટલી હદે આણે દુરૂપયોગ કર્યો છે કે આજના ન્યાયાધીશને ન્યાયાધીશ કહી શકાય તેમ નથી અને કોઈ 56 ઈંચની છાતીવાળો જ્જ દેશમાં પેદા થતો પણ નથી.
નમાલા, ડરપોક, ભ્રષ્ટ જજોને નિયુક્ત કરી આ સરકારે દેશને ઉભો ને આડો વેતરી નાંખ્યો છે. જજોને માસ્કની વધુ પડી છે, ધારાસભ્યો ખરીદાય અને વિપક્ષ ભાજપ સરકાર બનાવે તેમાં જજોને કાંઈ ખોટું લાગતું નથી અરે આ તો ચુંટણીમાં હારી ગયેલાઓ કંઈ રીતે સરકાર બનાવી શકે. ? કોંગ્રેસ ભૂત તો મોદી હવે પલિત છે.
સુરત – ભરતભાઈ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.