Vadodara

ગોલ્ડન ચોકડી નજીક ડ્રોઅરમાંથી ગઠિયો 50 હજાર-ફોન ચોરી ગયો

વડોદરા : શહેરના ગોલ્ડન ચોકડી પાસે આવેલ ટ્રાન્સપોર્ટની દુકાનમાંથી ટ્રાન્સપોર્ટ માલિકની ઉંઘનો લાભ ઉઠાવી ગઠિયો ડ્રોવરમાં રાખેલ રોકડ રૂ, 50 હજાર અને મોબાઈલ ચોરી ગયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે 58,000ની ચોરીના બનાવમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના આજવા રોડ ખાતે આવેલ ઝૈનાબ પાર્કમાં રહેતા મોહમ્મદસાહિલ હજ઼રતઅલી સૈયદ છેલ્લા પાંચ વર્ષથી ગોલ્ડન ચોકડી પાસે સહારા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 3 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે તેઓ અને તેમના ભાઈ પોતાની ટ્રાન્સપોર્ટની દુકાને આવ્યા હતા.

ત્યારે બપોરે 2 વાગ્યે ગાડીઓ વાળાને ટ્રાન્સપોર્ટના ભાડા પેટે રૂ. 50,000 તેમના મોટાભાઈએ આપ્યા હતા. જે પૈસા
 ટેબલના ડ્રોવરમાં મુકેલા અને તેમના ભાઈ અને કાકા ઘરે ગયા હતા. ત્યારે તેઓ તેમજ માસીનો છોકરો ઓફિસમાં સુઈ ગયા હતા. ત્યારબાદ 45 મિનિટ પછી તેઓ જાગ્યા હતા અને માથા નીચે રાખેલ મોબાઈલ દેખાયો ન હતો. જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરતા જોવા મળ્યો ન હતો. જેથી તેમણે મોબાઈલની ઓફિસમાં તેમજ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ મોબાઈલ મળી આવ્યો ન હતો.

દરમિયાન તેમના મોટાભાઈ દુકાને પરત આવી જતા મોબાઈલ તેમજ ડ્રોવરમાં મુકેલા રોકડ રૂ. 50,000ની તપાસ કરતા
મળી આવ્યા ન હતા. જેથી તેઓએ બનાવ અંગે હરની પોલીસ મથકમાં તેઓ અને તેમની માસીનો દીકરો દુકાનમાં સુતા હોય ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ રોકડ 50,000 તેમજ મોબાઈલ મળી 58,000ની મતાની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top