આપણી સંસ્કૃતિમાં ઘણાં ઘણાં આશ્ચર્યો અને આઘાતો ભર્યા પાડ્યાં છે. ધર્મનાં નામે પોતાને કાંઈ ખોટું કરવું છે અને વળી તેનું વાજબીપણું શોધી કાઢવું છે. કૃષ્ણ તો કાંઈ દ્યુત રમ્યા નથી. એ તો કૌરવપાંડવ વચ્ચેની ઘટના છે. તેમાં કૃષ્ણને લાવી અને એમની ઓથે પોતાની નિર્બળતા ઢાંકવાની આ પેરવી વિશે આપણે મોટે ભાગે આંખ આડા કાન જ કરીએ છીએ. પોલીસનું કામ તે અટકાવવાનું અને સજા કરાવવાનું છે.
તે પણ તેમાં જોડાઈ જાય અને આ દિવસોમાં આવું બધું ચાલે એમ માની નજરઅંદાજ કરવાનું વલણ શું બતાવે છે? હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ઘણી ઉદાર છે તેથી જાતભાતની છેડતી થતી રહેતી હોય એવું જણાય છે. આજનું વાતાવરણ આવી એબને ઉઘાડી પાડવા સુધી જાય તેવું દેખાતું નથી. સમાજને અને કુટુંબને આ દૂષણથી ઘણું વેઠવાનું આવે છે તે વાત ભૂલવા જેવી નથી. આ માર્ગ એકંદરે બરબાદીનો છે પણ ત્વરિત લાભનો હોવાનું લોકોને લાગે છે. બે ઘડીક થોભીને વિચારવા જેવું તો છે જ.
અડાલજ – ડંકેશ ઓઝા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.