Charchapatra

કાયદાની આંટીઘૂંટીમાં દરેક માનવીનો મૂળભૂત અધિકાર, હક છીનવાઈ ન જવો જોઇએ

લોકશાહીના પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થયું.બીજા તબક્કાનું મતદાન યોજાશે, બહુમતી પક્ષ દ્વારા સરકાર રચવાનો દાવો કરી લોકોના હિતમાં કાયદા ઘડવાનું ભગીરથ કાર્ય હાથ ધરશે ત્યારે ‘ગુજરાતમિત્ર’ દૈનિક શો ટાઈમ પૂર્તિમાં ફિલ્મ “નમક હરામ “ના ગીતનો ઉલ્લેખ કરેલ છે તે પ્રમાણે” મતના પરિણામે જે જીતે તે પછી સત્તાના કિલ્લામાં એવા ભરાઈ જાય છે કે મતદાતા તેમના સુધી પહોંચી શકતા જ નથી,”1973મા ફિલમાયેલા ગીતના શબ્દો અક્ષરશ: સાચા પડી રહ્યા હોય એવુ નથી લાગતું? લોકશાહીમાં મતદારોની વ્યથા અને વેદના શું છે તે જાણવાનો અને નિકાલ કરવાનું કપરું કામ ચૂંટાયા પછી કરવાનું છે નહીં તો ફરી પાંચ વર્ષ સુધી…? અનુભવે એવું જણાય કે જે કાયદા ઘડવામાં આવે તે સમસ્ત જનહિતમાં ન હોય તો લોકો આંદોલનનો સહારો લે છે કે પછી વંચિતો, ગરીબો ઉપરના અત્યાચારો થાય ત્યારે સત્તા પક્ષના ચૂંટાયેલા mla, મંત્રી કશું વિરોધ કરે તો સરકારના હિત વિરુદ્ધ ગણાય. આમ લોકશાહી સરકાર કોઈ પણ પક્ષની રચાય, આખરે હેતુ તો સમગ્ર જનસમૂહના ના રોજબરોજના વહીવટી પ્રશ્નો કાયદાની આંટીઘૂંટીમાં યોગ્ય નિકાલ થયા વિનાના ન રહે તે હોવો જોઇએ. લોકશાહીને ધબકતું રાખવાનું કામ લોકોનું ખરું, પણ કોઈ પણ માનવીના પ્રશ્નનો યોગ્ય નિકાલ કરવાનું કામ સહેલું પણ, દરેક માનવના મનને કળવાનું કામ ઘણું કપરું તેમ રાજકીય નેતાઓના મનમાં શું ચાલી રહ્યું છે તે કળવું મુશ્કેલ છે.
સુરત – ચંદ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઊંચાઈ ચલચિત્રની ઊંચાઈ માણો!
સુરતની કલારસિક જનતાએ ‘ઊંચાઈ’ ચલચિત્ર જોવા જેવું છે. આ ચલચિત્ર કલાજગતનો ઉત્તમ નમૂનો કહી શકાય એટલું ‘ગુણવત્તાસભર’ સંવેદનોથી પ્રચુર છે. કલાકારોના અંગત જીવન ‘સ્વાર્થી જગત’ વિશે ઘણું બધું કહી જાય છે. પ્રત્યેક કલાકારોનો અભિનય ‘કાબિલેદાદ’ માંગી લેવો જણાયો છે. મિત્રના તર્પણ માટે નાદુરસ્ત તબિયતે સિનિયર સિટીઝનો હિમાલયનું દુર્ગમ ટ્રેકિંગ પાર પાડે છે. ટુર મેનેજરનું કામ સુપેરે પાર પડતું જણાયું છે. આપણી ‘માનવસહજ’ મર્યાદાઓને બા-ખૂબી ‘ઊંચાઈ’ ચલચિત્રમાં દર્શાવવામાં આવી જ છે. આ ઊંચાઈ ચલચિત્ર કોલેજના વિદ્યાર્થીઓ તેમજ યુવાન પેઢીએ જોવા જેવું છે જ. ઘણાં વર્ષો પછી થિયેટરમાં ઊંચાઈ ધરાવતું ચલચિત્ર મિત્રો જોડે જોવાની મજા આવી. આનંદ આવ્યો. ‘ઊંચાઈ’ ખરેખર ઊંચાઈ પ્રાપ્ત કરતું ‘ચલચિત્ર’ બન્યું છે તેનો આનંદ વ્યક્ત કરું છું.
સુરત     -રમેશ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top