એક જૂનો અનુભવ ‘મહાનગરની એક સોસાયટીમાં વિધાનસભાની ચૂંટણીના બરાબર મહિના પહેલાં મહાનગરપાલિકાએ અચાનક વર્ષો જૂની પાણીની પાઈપલાઈન બદલવાનું કામ શરૂ કર્યું! મતદાન પૂરું થયા પછી આ પાઈપલાઈન બદલવાનું કામ મંદ ગતિએ પૂરું થયું અને ખોદકામ થયેલી જગ્યાએ બિલકુલ બેજવાબદારીપૂર્વક પુરાણ થયું! હવે આ નબળા પુરાણની ખરી પોલ તો ચોમાસામાં ખૂલવાની હતી!
બરાબર પાંચ મહિના પછી એપ્રિલના અંત ભાગમાં અચાનક મહાનગરપાલિકાના નગર સેવકોએ સોસાયટીમાં ખોદકામ થયું હતું, રસ્તા તૂટ્યા હતા એટલે નવા રસ્તા બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું, ફોટા પડાવ્યા! ખરો ખેલ હવે શરૂ થયો. જાહેર સેવાઓના નિર્માણમાં જે કોન્ટ્રાકટ સિસ્ટમ અને બેદરકારી શરૂ થઇ છે તે દેખાવા લાગી. દુનિયામાં કયાંય નથી તેવું શ્રમ વિભાજન આપણા દેશમાં શરૂ થયું છે. એક માણસને ખોદકામનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે તે મજૂરો લઇને સોસાયટીના તમામ રસ્તા ખોદી નાખે છે.
બધું ખોદકામ થાય પછી બે દિવસે કપચી અને રેતનો કોન્ટ્રાકટ મળ્યો હોય તે માલના ઢગલા કરી જાય છે. ફરી બે દિવસ પછી લેબર કોન્ટ્રાકટવાળો આવે છે અને તેના માણસો કપચી –રેતી અને સમ ખાવા પૂરતી સિમેન્ટ ઉમેરી ખોદકામ થયેલા રસ્તા પર પુરાણ કરી જાય છે. બે દિવસનું કામ… છ બાર દિવસે થાય છે! કોન્ટ્રાકટ, પેટા કોન્ટ્રાકટ ન તાલમેળ, ન જવાબદારી ન ગુણવત્તા! ખોદકામ કરનારા લાઈટના વાયર કાપી નાખે! પાણીના પાઈપ તોડી નાખે, ગેસલાઈનમાં લીકેજ કરી નાખે!જો કોઇ જાગૃત નાગરિક જવાબ માંગે તો જવાબ મળે છે. ‘ખોદકામ થશે તો તોડફોડ થવાની જ છે!
માત્ર કોન્ટ્રાકટરો જ નહીં! સોસાયટીનાં ઘણાં સભ્યો પણ માને છે કે ‘સગવડ જોઈતી હોય તો તકલીફ ભોગવવી પડે!’ ચાલીસ-પચાસ વર્ષ મ્યુનિસિપાલીટી પાણીની પાઈપલાઈન બદલે! ખોદકામ કર્યું હોય તો નવા રસ્તા બનાવે! સ્થાનિક સ્વરાજયની સંસ્થાનું આ જ તો કામ છે! લોકશાહીમાં આ કામ ‘પ્રજા ઉપર ઉપકાર નથી’ આ વાત પ્રજા એ પણ સમજવાની જરૂર છે! નરેન્દ્ર મોદી જ્યારે વડા પ્રધાન ન હતા ત્યારનાં એમનાં ઘણાં પ્રવચનોમાં તેઓ ખુદ આ વાત કરતા હતા કે આપણે ત્યાં બધા જ તંત્ર સાથે મળીને કામ કેમ નથી કરતાં! રસ્તા બને ત્યારે વીજળી ખાતું, ગેસ કંપની, પાણી પુરવઠાવાળા બધા જ વિભાગો પરસ્પર તાલમેળ કરીને કામ કરે તો નાગરિક અડચણ ઓછામાં ઓછી ઊભી થાય!
વડાપ્રધાનશ્રીએ કરેલાં આવાં વ્યવહારુ સૂચનો તેમના પક્ષની જ સરકાર અને સત્તાવાળા ધ્યાનમાં નથી લેતા! આ જે ઉદાહરણ લખ્યું છે તે શહેરની કોઇ એક સોસાયટી પૂરતું નથી! ધ્યાનથી જોશો તો રાજ્યના તમામ રાજમાર્ગો પર આ જ દૃશ્યો જોવા મળશે. આ જ અરાજકતા અને તેનાથી સર્જાતી દુર્ઘટના જોવા મળશે! કોન્ટ્રાકટ સિસ્ટમનું જે ઝેરી તંત્ર વિકસ્યું છે તે સમજવા જેવું છે. સૌ પ્રથમ નાગરિક સેવાઓ માટે, જાહેર સેવાઓ માટે નાણાંની ફાળવણી થાય છે!પહેલાં આવી નાણાં ફાળવણી થાય પછી જે તે સરકારી વિભાગની દેખરેખમાં કામો થતાં! હવે તો ખાનગી કરવાનો ચેપ એવો લાગ્યો છે કે આપણી સરકારો સીધા ખાનગી કોન્ટ્રાકટ જ આપી દે છે! હવે સૌ પ્રથમ સરકારમાં હોય તેવા સક્ષમ અધિકારી કે નેતાજીની લાગતાવળગતા કોન્ટ્રાકટર કે કંપનીને આખા વિસ્તાર, નગર, જિલ્લા કે રાજ્યનો જે તે સેવા પૂરી પાડવાનો બાંધકામ કરવાનો કોન્ટ્રાકટ આપવામાં આવે છે! પછી આ કંપની દરેક વિસ્તારમાં આ કામ કોઇ બીજી કંપનીને પેટા કોન્ટ્રાકટ તરીકે આપી દે છે!
આ કોન્ટ્રાકટ મેળવનાર કંપની કે વ્યક્તિ કામના ભાગ પાડી કોન્ટ્રાકટ આપે છે જેમ કે પહેલાં સમગ્ર અમદાવાદની કે સુરતની સોસાયટીમાં રસ્તા કે પેવર બ્લોક નાખવાનો કોન્ટ્રાકટ એક મોટા માથાને મળે છે પછી તે વિસ્તાર મુજબ આ કામ બીજા કોન્ટ્રાકટરને આપી દે છે! હવે આ કોન્ટ્રાકટર જે તે સોસાયટીમાં કામ કરવા માટે એક લેબર કોન્ટ્રાકટરને ખોદકામનું કામ આપે છે. બીજાને ખોદેલી માટી-કચરો ઉપાડવાનું કામ સોંપે છે.
ત્રીજાને કપચી-રેત-સિમેન્ટ પૂરું પાડવાનું કામ સોંપે છે અને બધી એજન્સી પોતાની નવરાશે પોતાનો નફો એક કરીને આ કામ કરે છે! વડાપ્રધાનશ્રી તો જુદાં જુદાં ખાતાં વચ્ચે તાલમેળ કરવાની વાત કરતા હતા. અહીં તો એક જ કામમાં લાગેલી જુદી જુદી એજન્સી વચ્ચે તાલમેળ નથી. હેરાનગતિ માત્ર નાગરિકોને છે! ‘રસ્તા બને છે તો થોડી તકલીફ વેઠી લઇએ’-ના નામે આપણાં ભોળાં નાગરિકો કોન્ટ્રાકટ સિસ્ટમની સમગ્ર બેજવાબદારી સહન કરી લે છે! રસ્તા બનવાના નામે લાઈટ લાઈન, પાણીની લાઈન, ગેસલાઈન કે અન્ય કોઇ પણનું નુકસાન તથા ખર્ચ પણ ઉઠાવી લે છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે