Charchapatra

એન ઇવનિંગ ઈન પેરિસના ગીતની મજેદાર કહાની

આસમાન સે આયા ફરિશ્તા અને ઇવનિંગ ઈન પેરિસના મો. રફીના યાદગાર ગીતની યાદ શો ટાઇમપૂર્તિમાં કરવામાં આવી છે. ધરતી પરના આ ફરિશ્તા સ્વરૂપ ઇન્સાનની 1980ના પવિત્ર રમઝાન માસમાં દુ:ખદ વિદાય થઇ. પરંતુ આજે પણ રફી ભુલાયા નથી. એના ચાહકોનાં હૃદયમાં વસી ગયા છે. ખેર, મૂળ વાત એ કરવાની કે નિર્માતા નિર્દેશક શક્તિ સામંતની આ ફિલ્મની ગીતની મજેદાર કહાની શો ટાઇમ પૂર્તિમાં કરવામાં આવી છે. સંજોગવશાત્ મજબૂરીવશ આ ગીતનું રેકોર્ડિંગ શમ્મી કપૂરની ગેરહાજરીમાં કરવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ ગુસ્સે થઇ ગયા હતા. પરંતુ એ નારાજગી ગીત સાંભળ્યા બાદ દૂર થઇ ગઇ હતી. મો. રફીને ગળે લગાડીને તેઓ બોલી ઊઠ્યા.

આ ગીત તો મારા ધાર્યા કરતાં પણ વધારે અસરકારક રીતે ગવાયું છે. રફી સાહેબને ખૂબ શાબાશી આપેલી. આ ગીતનું ફિલ્માંકન પણ બેહતરીન રીતે કરવામાં આવ્યું હતું. નિર્માતા નિર્દેશક શક્તિ સામંત એના અનુભવના આધારે આ જોખમી ગીત પર બહુ ભારી મહેનત કરેલી. ટી.વી.ના પરદા પર ક્યારેક આ ગીત જોવામાં આવે છે ત્યારે મન પ્રસન્ન થઇ જાય છે. મારા જીવનની ફિલ્મી સફરની સફળતામાં રફી સાહેબનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ઉજાલે ઉનકી યાદોં કે વિવિધ ભારતી રેડિયોના લોકપ્રિય કાર્યક્રમમાં શમ્મીકપૂરે આ વાતનો સ્વીકાર કર્યો હતો. ‘ગુજરાતમિત્ર’ની શો ટાઇમ પૂર્તિ હવે દિનપ્રતિદિન વધુ લોકપ્રિય બનતી જાય છે. વેલ્ડન શો ટાઇમ.
ગોપીપુરા, સુરત- જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top