Sports

બાયો બબાલમાં તિરાડ છતાં IPL ચાલુ રાખવાની ફ્રેન્ચાઇઝી ટીમોની ઈચ્છા

નવી દિલ્હી : કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમમાં કોવિડ-19ના બે પોઝિટિવ (COVID POSITIVE) કેસ મળ્યા પછી ખેલાડીઓ ખાસ કરીને વિદેશી ખેલાડીઓ થોડી અસહજતા અનુભવી રહ્યા છે, જો કે તેમ છતાં ફ્રેન્ચાઇઝી ટીમો (FRANCHISE TEAM)નું એવું માનવું છે કે કોરોનાનું જોખમ તોળાયું હોવા છતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ( DONT STOP IPL) અટકાવવી ન જોઇએ અને તેને ચાલુ રાખવી જોઇએ. કેકેઆરના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી એવા સવાલો ઉઠ્યા છે કે વિશ્વની સૌથી મોટી ટી-20 લીગના બાયો બબલ (BIO BUBBLE)માં વાયરસની એન્ટ્રી કેવી રીતે થઇ.

એક ફ્રેન્ચાઇઝી અધિકારીએ પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અડધી ટૂર્નામેન્ટ તો પુરી થઇ ગઇ છે, ત્યારે હવે તેને અટકાવવાનો કોઇ અર્થ નથી. તેમણે કહ્યું હતું કે જે ખેલાડીને કોરોનાનો ચેપ લાગ્યો છે તે સ્કેન માટે બાયો બબલની બહાર ગયો હતો. જ્યાં સુધી હું જાણું છું તો અહીં બધા જ બીસીસીઆઇના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે અને કોઇએ તેનો ભંગ કર્યો નથી. એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે જો કોઇ અન્ય ટીમ વાયરસથી પ્રભાવિત નહીં થાય તો ટૂર્નામેન્ટ ચાલુ રાખવી જોઇએ.

ફ્રેન્ચાઇઝી અધિકારીએ કહ્યું હતું કે જો તમે ટૂર્નામેન્ટ અટકાવવા માગતા હોવ તો તે ક્યાં સુધી અટકાવશો. તેની એકમાત્ર પદ્ધતિ એ છે કે જે પોઝિટિવ કેસ છે તેને આઇસોલેટ કરીને રમત ચાલુ રાખવામાં આવે. વિદેશે ખેલાડીઓ હવે પહેલાથી વધુ ચિંતિત છે પણ તેમની જે મુખ્ય ચિંતા છે તે એ છે કે સ્વદેશ કેવી રીતે પરત ફરશું.

Most Popular

To Top