મિત્રો, કુટુંબ એટલે પતિ, પત્ની, બાળકો, માતા-પિતાનો હર્યોભર્યો સંસાર. આમાં કુટુંબનાં સભ્યો પરસ્પર લયબદ્ધ રીતે જીવન જીવે તો હેપીનેસ હોર્મોન વધતાં હોય છે. એકબીજાનો માન મર્યાદા પ્રેમ લાગણી અને સભ્યતા તથા સંસ્કારિતા યોગ્ય રીતે જીવાય તો કુટુંબમાં હેપી હેપી થઈ જતું હોય છે. જિંદગી જીવવા જેવી લાગે છે. હેપ્પીનેસ હોર્મોન એ હોર્મોન નહીં પરંતુ આનંદ, શોખ, શાંતિ, લાગણી માટે જવાબદાર મુખ્ય રસાયણોનો સમૂહ છે. ચાર મુખ્ય હોર્મોન્સ છે. સેરોટોનીન એ મૂડ અને સ્ટેબિલાઇઝરનો હોર્મોન છે. મુડ ભૂખ, ઊંઘ, પાચન નિયંત્રિત કરે છે. મનને શાંત રાખે છે. ઓછું હોય તો ચિંતા ડિપ્રેશન થાય છે. ઉપાય:સૂર્યપ્રકાશ કસરત. ડોપામીન: પ્રોત્સાહન હોર્મોન, સફળતા અને આનંદ માટે જવાબદાર પ્રેરણા અને એકાગ્રતા વધારે, ઉપાય: મ્યુઝિક સાંભળવું અને સર્જનાત્મક કાર્ય કરવું. એન્ડોફિન્સ: પેન કિલર હોર્મોન, ઉપાય:કસરતથી ડાન્સ અને હસવાથી વધે.
ઓકસીટોસીન: લવ અને ટ્રસ્ટ હોર્મોન, પ્રેમ, વિશ્વાસ અને લાગણી માટે જવાબદાર. મિત્રતા, પરિવાર, સહકાર, સ્પર્શ સાથે જોડાયેલો ઉપાય:પરિવાર મિત્રો સાથે સમય વિતાવવો. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025 ના રિપોર્ટ પ્રમાણે 147 દેશમાંથી ભારતનું સ્થાન 118 છે. તો આવો હેપીનેસની શરૂઆત આપણા ઘર કુટુંબથી કરીએ. પરસ્પર સહકાર, કાળજી,પ્રેમ, લાગણી, માન, મર્યાદાથી જીવીએ. પરસ્પર એકબીજાને સમજીએ તો ભારતનો ઇન્ડેક્સ ઊંચો આવશે.
મોટાવરાછા, સુરત- યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.