AHEMDABAD : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ( BHAJAP) દ્વારા મંગળવારે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. યાદી બહાર પડતાની સાથે જ આંતરિક ડખાઓ પણ ખૂલીને બહાર આવ્યા છે. બીજી તરફ ટિકીટ (TICKIT) ને લઈને નક્કી કરવામાં આવેલા ધોરણોનો પણ ક્યાંક છેદ ઉડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના સિનિયર અને નિષ્ઠામાં કાર્યકરોમાં આક્રોશ સાથે વિરોધનો ગણગણાટ પણ શરૂ થઇ ગયો છે.
ભાવનગર (BHAVANAGAR) માં ઉમેદવારોની યાદી બહાર પડી હતી. આ યાદીમાં મેયર સહિત અનેક સિનિયર કોર્પોરેટરો (SENIOR CORPORETER) ને પડતા મૂકવામાં આવ્યા છે. જોકે ભાવનગર કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર ગીતાબેન મેર ( GEETA MER) સવારમાં જ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો, અને ગીતાબેન મેરને ભાજપમાં જોડાતાની સાથે જ વોર્ડ નંબર પાંચ ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડમાંથી ટિકીટ પણ આપી દેવામાં આવી છે. ભાજપમાં જોડાયાની ગણતરીની મિનિટમાં જ ટિકિટ મળી જતા ભાજપના પાયાના નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સાથે જ યુવા કાર્યકરોમાં પણ ભારે આક્રોશ ઉભો થયો છે. ટિકીટની પસંદગી માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. જોકે કેટલીક બેઠકો ઉપર નિયમોનું કોઈ જ પાલન ના થયું હોવાનું ભાજપના સિનિયર કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. કેટલાક આગેવાનોનું તો એવું પણ કહેવું છે, કે માત્ર પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોના ટિકીટ કાપવા માટે જ આ નિયમો બનાવવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા ચુંટણીમાં ભાજપે આજે તેના ૫૨ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પ્રદેશ પ્રમુખ દ્વારા જારી કરેલા નિયમોને અધીન ભાવનગરના ઉમેદવારોની યાદીમાં બાવનમાંથી ભાજપના ૩૪ માંથી ૨૧ પૂર્વ નગરસેવકોની ટીકીટ કાપી નાખવામાં આવી હતી. જયારે જુના ૧૩ ને રીપીટ કરી નવા ૩૯ ચહેરાને સ્થાન આપ્યું હતું. ભાવનગર ભાજપના દિગ્ગજો આ ચુંટણીમાં કપાયા છે પરંતુ શિસ્તને વરેલી આ પાર્ટીમાં કોઈ વ્યક્તિની વિરોધાત્મક પ્રતિક્રિયા સામે આવે ન હતી
આ વખતે બે પૂર્વ મેયર સહીત ૬૦ વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મ પૂરી કરનાર ૧૧ કોર્પોરેટરોની ટીકીટ પણ કપાઈ છે. જયારે અગાઉની ચુંટણીમાં ૫૨ ઉમેદવારો પૈકી ૩૪ ભાજપના હતા ત્યારે આ વખતે વધુ બેઠક જીતવા અનેક યુવાઓને ટીકીટ ફાળવી ભાજપે અલગ દાવપેચ અજમાવ્યો છે. સૌથી ચોકાવનારી બાબત જેમાં વોર્ડ નંબર ૫ માં કોંગ્રેસમાંથી ૨૪ કલાક પહેલા રાજીનામું આપેલા પૂર્વ કોર્પોરેટર ગીતા મેરને ભાજપે ટીકીટ આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જયારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે ગીતા મેરની ટીકીટને ઘર વાપસી ગણાવી હતી.