National

આસામના મુખ્યમંત્રીને લઈ જતી ફ્લાઇટને ડાયવર્ટ કરાઈ, લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માને લઈ જતી ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. આસામના સીએઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઈન્ડિગોની ફ્લાઈટ ડિબ્રુગઢથી ગુવાહાટી જઈ રહી હતી. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પણ આ ફ્લાઈટમાં બેઠા હતા. સીએમઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઈટને અગરતલા ડાયવર્ટ કરવામાં આવી હતી. હાલમાં પ્લેનમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે બુધવારે ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ (LGBI) એરપોર્ટથી કોલકાતા માટે રવાના થયેલ એક પ્લેનને પરત કરવું પડ્યું હતું. બુધવારે એલાયન્સ એરની ફ્લાઈટ ટેકનિકલ ખામીને કારણે ‘સંપૂર્ણ કટોકટી’ સ્થિતિમાં પરત આવી હતી. એરપોર્ટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુવાહાટીના લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 20 ઓગસ્ટના રોજ બપોરે 1.42 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ટેકનિકલ ખામીને કારણે ગુવાહાટી-કોલકાતા ફ્લાઇટને પાછી ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એરપોર્ટના એક સૂત્રએ જણાવ્યું હતું કે ફ્લાઇટે ગુવાહાટીથી કોલકાતા માટે બપોરે 1.09 વાગ્યે ઉડાન ભરી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન બપોરે 2.27 વાગ્યે એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બપોરે 2.40 વાગ્યે કટોકટીની જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી હતી.

Most Popular

To Top