GANDHINAGAR : રાજ્યના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સ ( SOCIAL MEDIA) નું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.
શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા (ANJU SHARMA) એ જણાવ્યું હતું કે અગાઉ તા.૧૧ જાન્યુઆરી-ર૦ર૧થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે. હવે, ૮ ફેબ્રુઆરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડમાં ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
ફાયનલ ઇયર અંતિમ વર્ષ અને ફર્સ્ટ ઇયર-પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP નિર્ધારીત કરી છે. આ SOPમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય એટલું જ નહિં કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી.
શાળા ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ (schools open) કરવામા આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કોલેજનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે. આગામી 8 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે તેવી જાહેરાત કરવામા આવી છે. 8 ફેબ્રુઆરી એટલે કે આગામી સોમવારથી જ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ થશે. સોશિયલ ડિસ્ટન્સ (social distance) સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો ફરી શરૂ થશે. આ સાથે હોસ્ટેલ પણ રિઓપન (college reopen) કરવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ હોસ્ટેલના એક રૂમમાં બેથી વધુ વિદ્યાર્થીઓ સાથે નહિ રહી શકે. કોલેજોમાં કોરોના ( CORONA) ના નિયમોનું ખાસ પાલન કરવુ પડશે. ક્લાક રૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે રીતે ખાસ બેઠક વ્યવસ્થાનું આયોજન કરવાનું રહેશે. તો આ સાથે બીજા વર્ષના કોલેજના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ કરવાની પણ વિચારણા પણ ચાલી રહી છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર 8 ફેબ્રુઆરીથી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષનું શિક્ષણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.