Entertainment

આવી ગયો ‘પુષ્પા-2’નો પહેલો રિવ્યુ, જાણી લો પુષ્પારાજની ફિલ્મ કેવી છે..

મુંબઈઃ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ થોડા જ કલાકોમાં સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ લોકોને પહેલા દિવસના તમામ શો હાઉસફૂલ થઈ ગયા છે. ભલે ફિલ્મ એક અઠવાડિયા પછી 3D વર્ઝનમાં રિલીઝ થશે, પરંતુ લોકો તેમના મનપસંદ સ્ટારને 2Dમાં જ જોવા માટે તૈયાર છે.

ફિલ્મના ટ્રેલરથી લઈને ફિલ્મના ગીતોએ ભારે ધૂમ મચાવી છે. હવે સવાલ એ છે કે શું ‘પુષ્પાઃ ધ રૂલ’ વર્ષ 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’ને ટક્કર આપી શકશે? જો તમારા મનમાં પણ આ સવાલ છે કે ફિલ્મ કેવી છે, તો અમે તમારા માટે ફિલ્મનો પહેલો રિવ્યૂ લઈને આવ્યા છીએ.

અલ્લુ અર્જુન અને સુકુમારની જોડી દ્વારા બનેલી ચોથી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ થોડા જ કલાકોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. અહેવાલો અનુસાર, અલ્લુ અર્જુન અને સુકુમાર બંને ફિલ્મના આઉટપુટથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે.

એક તેલુગુ વેબસાઈટે આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મનો પહેલો રિવ્યુ આપ્યો છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં આ ફિલ્મ વિશે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં લખ્યું છે કે, ‘પુષ્પાઃ ધ રૂલ’ માસ ઓડિયન્સ માટે સંપૂર્ણ પેકેજ છે. મેકર્સે ફિલ્મના બજેટને લઈને કોઈ સમજૂતી કરી નથી. ઈન્ટ્રોડક્શન સીન, ઈન્ટરવલ સીન અને ક્લાઈમેક્સ સીન દર્શકોને રોમાંચિત કરી દેશે તેની ખાતરી છે. સુકુમારે આકર્ષક પટકથા સાથે ફરી પોતાનો જાદુ ચલાવ્યો છે.

‘પુષ્પાઃ ધ રૂલ’ માં અલ્લુ અર્જુને મૂળ ફિલ્મના સ્ટેમિનાને ખૂબ સારી રીતે જાળવ્યો છે. શ્રીલીલાનું સ્પેશિયલ ગીત અને રશ્મિકાના પરફોર્મન્સ ફિલ્મની ખાસિયતો હશે.

ચાહકો માને છે કે ‘પુષ્પાઃ ધ રૂલ’ 1000 કરોડની ફિલ્મ હશે. નિર્માતાઓ અનુસાર, ફિલ્મ લાંબી હોવા છતાં ચાહકોને કંટાળો નહીં આવે. ‘પુષ્પાઃ ધ રૂલ’ના બેનિફિટ શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. દેવી શ્રી પ્રસાદ અને શ્યામ સી.એસ.નું સંગીત ઉચ્ચ સ્તરનું છે. ફિલ્મનો ‘જાત્રા’ સીન પૈસા-વસૂલ સીન છે અને આ સીન માટે રીપીટ ઓડિયન્સ ચોક્કસ આવશે.

Most Popular

To Top