વરસાદના ચાર મહિના દરમ્યાન મોટા બજેટની અને એટલે જ મોટા સ્ટાર્સવાળી ફિલ્મો રજૂ નથી થતી અને થાય છે તો મોટી પુરવાર થશે કે નહી તેની ગેરંટી હોતી નથી. ગેરંટી તો જો કે કોઇ ફિલ્મની નથી હોતી પણ આશા-અપેક્ષા મોટી રાખવી કે નાની તે અમુક ફિલ્મોથી નક્કી કરી શકાતું હોય છે. આ અઠવાડિયે અજય દેવગણ અને તબુએ સાબિત કરવાનું છે કે ‘ઔરો મેં કહાં થા દમ’. જો કે ગયા અઠવાડિયે જ વિકી કૌશલને અને તે પહેલાં અક્ષય કુમારને ય દમ દેખાડવો મુશ્કેલ પડી ગયો. બોકસ ઓફિસ કાંઇ જલ્દી રાજી થતી નથી. આ અઠવાડિયે જાન્હવી કપૂર પણ ‘ઉલઝ’ વડે પ્રેક્ષકો પાસે આવી છે. પ્રેક્ષકોને તે મનોરંજનની રીતે ઉલઝાવશે કે સુલઝાવશે? હમણાં તે આ ઉલઝમાં બહુ ઉલઝેલી લાગે છે આ વર્ષમાં તેની આત્રીજી ફિલ્મ રજૂ થઇ રહી છે અને એ ત્રણમાં ‘તેરી બાતો મેં ઐસા ઉલઝા દિયા’ એક ફિલ્મ હતી. અલબત્ત, તેમાં તેની મુખ્ય ભૂમિકા નહોતી પણ ખાસ ભૂમિકામાં આવી હતી જરૂર પછી તે ‘મિ એન્ડ મીસીસ માહી’ની રાજકુમાર રાવ હતો તો ઉલઝ’માં રોશન મેથ્યુ, ગુલશન દેવૈયા વગેરે સાથે છે. હમણાં ઘણી ફિલ્મો બોકસ ઓફિસ પર બહુ જોર નથી લગાવતી તેનું એક કારણ એ છે કે સ્ટાર વેલ્યુ વિનાની ફિલ્મો હોયછે. જાન્હવી કે ગુલસન દેવૈયા કે રોશન મેથ્યુ બહુ સારો અભિનય કરે તો પણ લોકોને તો સ્ટાર્સની વેલ્યુ હોય છે. જાન્હવી કપૂર એક ખૂબ સારી એકટ્રેસ છે અને તેને જો વધુ સારી ફિલ્મો મળે કે જે મનોરંજકનાં માળખામાં હોય તો તેને વધારે સફળતા મળે તેમ છે. હમણાં પ્રભાસે કહ્યું છે કે તે અને જાન્હવી હનુ રાઘવપુડી દિગ્દર્શીત ફિલ્મમાં કામ કરશે.એનો અર્થ એ થયો કે ‘કલ્કી’માં દિપીકા પાદુકોણ પછી હવે પ્રભાવ સાથે જહાન્વીનો વારો લાગશે. જાન્હવી હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર્સ રણબીર કપૂર કે ઋતિક રોશનની સાથે નહીં પણ સાઉથના સ્ટાર્સ સાથે વધારે જોડી બનાવી રહી છે. ‘દેવારા’માં તેનો હીરો જુનિયર એન.ટી.આર. છે બાકી, ‘સની સંસ્કારી કી તુલસીકુમારી’માં તો તે વરુણ ધવન સાથે કામ કરી રહી છે. ‘ઉલઝ’ ફિલ્મ જો કે ઘણી શકયતાવાળી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે આઈએફએસ અધિકારી બની છે અને તે સંજોગોવસાત એવી ફસાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળવું જ તેનો મોટો સંઘર્ષ બની જાયછે. જાન્હવી એવી ફિલ્મોમાં વારંવાર દેખાય છે જેમાં તે ફસાઈ જતી હોય. મિલીમાં તે સ્ટોરેજ ફીઝરમાં ફસાઈ ગયેલી. જહાન્વીની ‘ઉલઝ’માં જો કે જૂદી રીતે પ્રેક્ષકને આકર્ષશે. તેને મહિલા કેન્દ્ર ફિલ્મોમાં કામ કરવું વધુ ગમે છે અને આ ફિ્લમ પણ તેવા પ્રકારની છે. આવી ફિલ્મોની સફળતા-નિષ્ફળતાની જવાબદારી પણ જહાન્વીની જ બની જાય છે. એટલે ‘ઉલઝ’ પાસે તે સફળતાની આશા રાખે છે. ફિલ્મ જગત તો ઇચ્છે ચે કે જાન્હવી સફળજાય કારણ કે બોકસઓફિસ હમણાં ગરમી દેખાડવાનું ભુલી ગયું છે. આ વર્ષની અત્યાર સુધીની જે કોઇ સફળ ફિલ્મો ગણાવવામાં આવી છે તેમાં એક પણ મહિલા કેન્દ્રી ફિલ્મ નથી એટલે જાન્હવી વધુ આશા તો ન રાખી શકે પણ છતાં તેની એક ચોક્કસ ઇમેજ બની છે. જેના કારણે આશા રાખી શકાશે બાકી તો તે પોતે જ કહી રહી છે કે ‘ઉલઝ’. બાકી, તેની મમ્મીની સાથે તુલના કરનારા તો કહી રહ્યા છે કે જાન્હવી તું કયારે બનશે શ્રીદેવી? •
પહેલી જાન્હવી છે…બીજી શ્રીદેવી નહીં
By
Posted on