પશ્ચિમના દેશવાસીઓ પોતાની ઓળખ જાતિ-સંપ્રદાયની નહીં પણ પોતાના દેશ-રાષ્ટ્રના સંદર્ભમાં આપે છે. ચૂંટણી માટે રાજકીય પક્ષની ગતિવિધિ અનુસાર સ્વસ્થતાની મતદાન કરે છે, તેઓ સ્વતંત્ર અભિપ્રાય સાથે ચૂંટણીમાના પ્રતિસ્પર્ધીઓને પસંદ કરે છે. મતદાન માટે પ્રલોભનો, ધમકી, દબાણ હોતાં નથી. ભારત દેશ પ્રજાસત્તાક છે તેથી ચૂંટણીઓ થાય છે, શાસકપક્ષ દ્વારા ગોલમાલ થયાના આક્ષેપો થતા રહે છે, મનીપાવર અને મસલપાવર કામે લાગે છે, જાતિ, ધર્મ, ભાષાના મુદ્દે પ્રચાર, ઉશ્કેરણી થાય છે. ભારતની લોકશાહીમાં અને ભારતના સંવિધાનમાં નાત-જાત અને કોમના આધારે રાજનીતિ કરવા પર પ્રતિબંધ છે. તો પણ ભારતના રાજકીય પક્ષો નાત-જાતનું ધર્મનુ રાજકારણ રમવા સાથે ચૂંટણીઓ લડે છે. ભારતની રાજનીતિમા અનામત પ્રથાને કારણે દલિતો, મુસ્લિમો, ક્ષત્રિયો, જાટ, પાટીદાર જેવા સમુદાયોના મતોનું મૂલ્ય વધી ગયુ હોવાથી તમામ રાજકીય પક્ષોનું મૂલ્ય વધી ગયુ હોવાથી તમામ રાજકીય પક્ષોનું મુખ્ય ફોક્સ તેમના મતો પર હોય છે.
અંગ્રેજો ભારતીય પ્રજાની આ નબળાઇ જાણી ગયા હતા અને તેથી જ ભાગલા પાડો અને રાજ કરો યુક્તિ અજમાવી શાસન કરતા રહ્યા અને આઝાદી આપવા પહેલા પણ વિભાજન કરીને જતા રહ્યા. આજે પણ પ્રજામા અવિશ્વાસ અને ભેદભાવ ભવ દર્શાવતો અશાંત ધારો લાગુ પાડવામાં આવે છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ વિષયક મુદ્દાઓને બદલે જાતિ, સંપ્રદાયની લાગણી ઉત્તેજિત કરવાના પ્રયાસો થાય છે. લોકશાહીમાં તો માથાઓની જ ગણતરી થાય છે, અને તેની સાથે સંકુચિત ભાવનાનો રાજકીય સંદેશ પ્રચારિત થાય છે. પક્ષથી ઉપર ઉઠીને રાષ્ટ્રપ્રેમ અને માવતાના ધર્મને પ્રાધાન્ય આપવું જોઇએ. સમાજની આવશક્યતા છે. ભારતીય નાગરિકમા જો રાષ્ટ્રપ્રેમ પ્રબળ હોય તો તે પોતાની પ્રથમ ઓળખ પોતે જ રાષ્ટ્રનો નાગરિક છે તે રાષ્ટ્રીયતા સભર સગર્વ ભારતીય તરીકે જ આપશે ત્યારે જ સાચો ભારતીય ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.