ભારત દેશને ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી દર મહિને કોવેક્સિનના 1 કરોડ ડોઝ મળશે. ભારત બાયોટેકના અંકલેશ્વર પ્લાન્ટમાંથી કોવેક્સિનનો પ્રથમ 1 કરોડ ડોઝનો બેચ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, BJP પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિતના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેની પ્રથમ 1 કરોડ ડોઝની બેચને રિલીઝ રવિવારે કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઈઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવીયા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ, રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, MLA દુષ્યંત પટેલ અને ભારત બાયોટેકના અધિકારીઓની ઉપસ્થિતિમાં દેશને અર્પિત કરાઈ હતી.
ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. અંકલેશ્વર સ્થિત સબ્સિડરી ચિરોન બેહરિંગ વેક્સિનની વાર્ષિક 200 મિલિયન ( 20 કરોડ) ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસ (હડકવા) વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. પ્રથમ બેચમાં અંકલેશ્વરથી 1 કરોડ કોવેક્સિન બેચ રીલીઝ કર્યા બાદ મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, ત્રીજી વેવને રોકવા સરકાર સક્ષમ છે અને તમામ તૈયારીઓ કરાઈ છે.
ત્રીજી વેવનું સંક્રમણ સામૂહિક પ્રયાસ, પ્રોટોકોલનું પાલન અને વેક્સિન અભિયાન આગળ વધાવી અટકાવી શકાશે. 12 વર્ષથી ઉપરના બાળકો માટેની ઝાયડ્સની રસીને ઇમરજન્સીમાં મંજુરી અપાઈ છે. જ્યારે 2 વર્ષથી વધુના બાળકો માટે ઝાયડ્સની વેક્સિનની ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે. અમદાવાદની હેસ્ટાર બાયોલોજીકલ કંપની પણ રસી તૈયાર કરી રહી છે, જેનું બે મહીનમાં પ્રોડક્શન શરૂ થઈ જશે. કેન્દ્રએ જારી કરેલા ₹23000 કરોડના 50 % રાજ્યોને આપી દેવાયા છે. જેમાં દરેક જિલ્લા સ્તરે 10000 કિલોના ઓક્સિજન પ્લાન્ટ, બાળકો માટે 20 % બેડ અને ICU, 1 કરોડની દવાઓ સહિત અનામત રાખવામાં આવ્યા છે.