સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારામણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. હવે મીમ્સ અને જોક્સ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે. મીમ્સમાં મોટા ભાગે મધ્યમ વર્ગથી લઈને માતા-પિતા પ્રત્યેની પ્રતિક્રિયા આવી રહી છે. ઉપરાંત, બજેટની જટિલતાઓને લગતા ઘણા બધા મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. અને હા, આ બધાની વચ્ચે રાહુલ ગાંધીની એક તસવીર પણ ખુબ જ વાયરલ થઈ રહી છે. આ ફોટામાં, તે તેના માથાને હાથથી પકડતો નજરે પડે છે, તે જોઈને મોટાભાગના લોકો કહે છે કે તે વિજ્ઞાનના વિદ્યાર્થી છે, છતાં બજેટને સમજવાનો પ્રયાસ કરે છે. સાથે જ ટ્વિટર પર # બજેટ 2021, # નાણા પ્રધાન અને # નિર્માલા સીતારામણ ટ્રેન્ડ કરી રહ્યા છે.
- વિજ્ઞાનના વિદ્યાર્થી બજેટ જોયા બાદ
આ મીમ્સમાં દર્શાવાયું છે કે એક વિજ્ઞાનનો સ્ટુડન્ટ્સ જયારે કોમર્સને લગતી બાબત (બજેટ) જુએ છે ત્યારે આમ જ માથું ખંજવાળે છે..
2. શું તેઓ સૂઈ રહ્યા છે
સામાન્ય રીતે સંસદ સત્રમાં નેતાઓના સુવાની તસ્વીર સમાચારોમાં જોવા મળતી જ હોય છે પણ દેશના મહત્વના મુદ્દામાં પણ આવું વલણ જોવામાં આવે તો ચોક્કસથી લોકો જ તમને ઉજાગર કરશે, અને આવું જ સોસ્યલ મીડિયા ટવીટરના માધ્યમથી બન્યું છે, અને આ નેતા લોકોમાં હસીના પાત્ર બન્યા હતા.
3 . શ્રેષ્ઠ બજેટ?
માત્ર એક જ કતારના આ વાક્યમાં પણ સોસ્યલ મીડિયામાં ખુબ જ ચર્ચા જગાવી હતી, કારણ કે તેમાં દર્શવાયું છે કે અમમમમ 100 વર્ષમાં આ શ્રેષ્ઠ બજેટ છે???? અને પ્રશ્નાર્થમાં એક અદભુત કટાક્ષ છે જે કોઈ નેતાના ચાબખા હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે.
4. કોમર્સના વિદ્યાર્થી વિજ્ઞાનના વિદ્યાર્થીને બજેટનું જ્ઞાન આપતા ….
રાહુલ ગાંધીના પ્રવચનોથી તેમની ગણતરી હમેશ વિજ્ઞાનના વિધાર્થી તરીકે કરવામાં આવી છે, માટે જ અહીં થઇ રહેલી ચર્ચાએ એક વાક્ય “કોમર્સના વિદ્યાર્થી વિજ્ઞાનના વિદ્યાર્થીને બજેટનું જ્ઞાન આપતા” સાથે સોસ્યલ મીડિયા પર રમૂજ જગાવી હતી.
5. માધ્યમ વર્ગ નાણાપ્રધાન સામે …
સામાન્ય રીતે બજેટમાં દર વખતે કોમર્શિયલ જાહેરાતોનો દોર વધુ હોય છે, ત્યારે આ વખતે પણ એવું ના થાય એ હેતુથી આ મીમ્સ બનાવાયો છે.
6. મને કોઈ સમજાવશે???
ભેંસની આંખ આ શું બોલે છે? અહીં કોઈ મને હિન્દીમાં સમજાવશે??? મોટા ભાગની પ્રજા હિન્દી ભાષી હોવાથી અંગ્રેજી માટે પડતી તકલીફને પણ એક રમુજી વણાંક આપવામાં આવ્યો છે.
7. પાછો ખર્ચો ???
જયારે માં-બાપ પોતાના બાળકના ભણતર પર ખર્ચો ગણવા બેસે ત્યારે બાળકના હાવભાવ અહીં દર્શાવાયા છે.
8. તારું થઇ ગયું હવે નિકળ …
આ ખુબ જ પ્રતીકાત્મક થયું છે કે જયારે પણ સરકાર કોઈ સ્કીમ લાવે તો તેમાં પ્રથમ તેનો સ્વાર્થ જોવાઈ છે અને ચૂંટણી જીત્યા બાદ એ સ્કીમનું અનુકરણ ભુલાય જાય છે માટે જ અહીં દર્શાવાયું છે કે સરકાર ચૂંટણી જીત્યા બાદ સામાન્ય માણસને કહે છે કે તારું થઇ ગયું હવે નિકળ..