Vadodara

શહેરમાં ઠેર ઠેર ગંદકી,ઘેરઘેર લોકો બિમાર પડ્યા

વડોદરા: શહેરમાં પડેલા વરસાદના પગલે ગંદકી, ખાડા અને ભુવા પડી જવાની સમસ્યાઓ દિન પ્રતિદિન જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકીજોવા મળી રહી છે. તેને પરિણામે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ખાડા અને ભુવા પડી જવાને પરિણામે વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. અમુક રોડ તો ઠેકઠેકાણે ડિસ્કો રોડ જોવા મળી રહ્યા છે. જેથી શહેરીજનો પાલિકા તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પાલિકા તંત્ર મોટી મોટી બંગો પોકારે છે કે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી છે તે કામગીરી પોકળ સાબિત થઇ રહી છે. જયારે છાણી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી અને કીચ્ચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેથી વિસ્તારનાં રહીશોમાં રોગચાળો ફાટી જવાનો ભય સતાવી રહ્યો છે.

પરિણામે રહીશોએ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વડોદરા શહેરમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસેલા વરસાદે શહેરને નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. હવે પાણી ઓસરી જતાની સાથે પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના જાહેર રોડ રસ્તા જાણે પાણીથી ધોવાઇ ગયા હોય તેમ જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. આમ પાલિકાની જાડી ચામડીના અધિકારીઓ ખાલી ભ્રષ્ટાચાર કરતા જ આવડતું હોય તેવું આ ફોટોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. અને શહેમાં ખાડા તો ખારજ તેની સાથે સાથે ગંદકી પણ એટલી જ જોવા મળી રહી છે જ્યાં જુવો ત્યાં ગંદકી જ ગંદકી દેખાય છે અને જેના પરિણામે શહેરીજનોન રોગચાળો ફાટી નીકળવાનો ભય હવે સતાવી રહ્યો છે.

છેલ્લા ૩૦ વર્ષથી રોડની હાલત કફોડી
વડોદરા કોર્પોરેશનનું તંત્ર સ્માર્ટ સિટી તરફ હરણફાળ ભરી રહ્યું છે તો બીજી તરફ શહેરમાં પ્રથમ વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં રોડની હાલત ખખડધજ બની જવા પામેલ હોય લોકોમાં કોર્પોરેશનને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટી વડોદરામાં રોડો પણ સ્માર્ટ બનવા જઈ રહ્યા છે પરંતુ તે એટલે સુધી સ્માર્ટ બની રહ્યા છે કે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે શહેરના ડભોઇ રોડ પર આવેલ પટેલ એસ્ટેટ થી લઇ ગાજરાવાડી સુધીના રોડ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે જ્યાં ફેક્ટરી માલિકો લાખો રૂપિયાના કોમર્શિયલ ટેક્સ ભરે છે તેમ છતાં છેલ્લા ૩૦ વર્ષથી રોડની હાલત કફોડી બની ગઈ છે.
જેને પગલે વાહન ચાલકો તેમજ માલવાહક ટ્રકો ટેમ્પાવોના ચાલકો માં પણ કોર્પોરેશનના તંત્રની સામે રોષ જોવા મળી રહ્યો છે. જયારે શહેરના ગોરવા વિસ્તારમાં આજ રોજ મસમોટો ભૂવો પડી જવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે ગોરવા આઈટીઆઈ પાસે મસમોટો ભૂવો પડી રહ્યો છે. જેથી વાહનચાલકોમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકો દ્વારા પણ પાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.

Most Popular

To Top