વડોદરા: શહેરમાં રામ નવમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.શહેરના વિવિધ રામજી મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે જોવા મળી હતી. તો મંદિરોમાં રામ જન્મોત્સવમાં મનાવવામાં આવ્યો હતો દિવસ દરમિયાન મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા બપોર બાદ રાજમાર્ગો પર રામજીની શોભાયાત્રા નીકળી હતી.જેમાં ભક્તોએ શ્રીરામના નારા લગાવતા રાજમાર્ગો ગુંજી મૂક્યા હતા.
છેલ્લા સાત વર્ષથી ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે જ રીતે આજેપણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર આજે સાંજે નીકળશે. જેમાં માનવ મેહેરામણ ઉમટી પડશે. રામનવમી ભગવાન રામના જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે.પૌરાણિક કથાઓ અને વાર્તાને જાણીએ તો તમને આ જ શીખામણ મળે છે કે એક પુરૂષનુ ચરિત્ર ભગવાન રામની રીતે જ હોવા જોઈએ. આ જ કારણ છે કે ભારતવર્ષમાં ભગવાન રામના અનુગામી ઘણા છે.ત્યારે પ્રતિ વર્ષની માફક વડોદરા શહેરમાં આ વર્ષે પણ ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા છેલ્લા સાત વર્ષથી ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૈત્ર સુદ નોમને રામ નવમીના દિવસે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા છેલ્લા સાત વર્ષથી ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં રાવપુરા વિધાનસભાના દંડક,સ્થાયી સમિતિના ચેરમેન,ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકરો દ્વારા આરતી કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવી હતી આ શોભાયાત્રામાં મેયર,રાવપુરા વિધાનસભાના દંડક, સ્થાયી સમિતિના ચેરમેન, સાથે સ્થાનિક નગરસેવકો આ શોભાયાત્રામાં જે આયોધ્યામાં જે ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થઇ રહ્યું છે, તેની જાખિ પણ જોવા મળી હતી, અને બાળકો વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા.