વૉટ્સઍપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કોઈ પણ ધર્મના ઉત્સવ પૂર્વે કે જે તે દિવસે શુભેચ્છાઓનો ઢગલો મોબાઈલ પર ઠલવાતો રહે છે.મહદંશે ફોર્વર્ડિંગ મેસેજ વાંચ્યા વગર જ મોકલાતા રહે છે. આ તો માત્ર ફોર્માલિટી થઈ! આપણને ક્યાં તકલીફ છે? કંઈ વાંધો નહીં! પણ ચિંતા જરૂર છે કે પ્રત્યેકને મળીને લાગણીના ભાવો, હ્રદયની ઊર્મિઓ, ચહેરાના ભાવો અને આનંદના ગાઢ આલિંગનનો સદંતર છેદ ઊડી ગયો છે. મોબાઈલ કે લેપટોપ એક સાધન છે. મશીનને વળી પ્રેમ,લાગણી ,દુ:ખ ,પીડા ,સહાનુભૂતિ કે સંવેદના સાથે શું સંબંધ! શુભેચ્છાઓ કે સાંત્વના માત્ર ને માત્ર રૂબરૂ જ વિશેષ અસરકારક સાબિત થતી રહી છે. શું માણસ એટલો વ્યસ્ત થઈ ગયો કે ખાસ- અંગતને પણ ફોનથી વાત કરીને કે રૂબરૂ મળીને શુભેચ્છા કે સાંત્વન ન પાઠવી શકે! આપણે બધાંને આમ કરતાં રોકી શકવાના નથી. પણ ખાસ-અંગત સ્વજન કે મિત્ર માટે ફોર્માલિટી તો નહીં જ.
સુરત – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.