વડોદરા: શહેરમા છેલ્લા કેટલાક દિવસો થી સવારમાં શિયાળો અને બપોરે ઉનાળો અને સાંજે ચોમાસાનો અનુભવ થતો જોવા મળે છે. ત્રણ ઋતુ એક સાથે સક્રિય થતા વડોદરાના જનજીવન પર ભારે અસર પડી છે. ખાસ કરી ને નાગરિકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. વડોદરા સહિત દેશ-દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે અને હવામાન વિભાગ ના નિષ્ણાંતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ક્લાઈમેન્ટ ચેન્જ થઈ રહ્યુ છે અને તેનો પ્રભાવ પણ વધી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઋતુઓમા ફેરફારની વારંવાર સિસ્ટમ બની રહી છે. અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો. અને મહત્તમ તાપમાને 50 વર્ષનો રેકોર્ડ તોડી દિધો. તો ચાલુ વર્ષે ઉનાળાની શરુઆતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. એક સપ્તાહ સુધી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે. અને હજુ પણ આગામી 2 એપ્રિલ સુધી આવા જ વાતાવરણની હવામાન વિભાગે જાહેરાત કરી છે.
આમ અડધો ઉનાળો વરસાદી વાતાવરણમા જ પસાર થઇ જાય તેમ જણાઈ રહીયુ છે. વેધર, ક્લાઈમેન્ટ, વોટરને લઈને અભ્યાસ કરવો જરૂરી છે હેવી રેઇન ફોલ, વાવાઝોડું, અર્બન ડેવલપમેન્ટ અને ઇંધણના કારણે ક્લાઈમેટ બદલાયો છે. ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો તાજેતરમાં ઋતુ પરિવર્તિત થવામાં મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે છે.
સવારે શિયાળો, બપોરે ઉનાળો અને સાંજે ચોમાસુ
છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઋતુઓમા ફેરફાર થય રહ્યા છે. બદલાતા વાતાવરણની અસર માનવ જીવન તેમજ કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો છે. સવારે શિયાળોબપોરે ઉનાળો સાંજે ચોમાસુ આમ ત્રણ ઋતુ સક્રિય થતા જનજીવન પર વ્યાપક અસર પડી છે.