હિમાચલ પ્રદેશના એક પ્રધાને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના બે અધિકારીને માર મારેલ હોવાના સમાચાર પ્રગટ થયા છે. ઓરિસ્સામાં ભૂવનેશ્વર મહાનગરપાલિકાના અધિકારીને ભાજપ કાર્યકરોએ માર મારેલ હોવાનો અહેવાલ છે. મુંબઇમાં મરાઠી ન બોલવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યક્રરે એક વેપારીને 8 લાફા ઝીકેલ હોવાનો વિડિયો વાયરલ થયો છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ઓરિસ્સામાં ભાજપ સરકાર છે. કયા પક્ષની સરકાર છે તે મહત્ત્વનું નથી. સત્તાધારી પ્રધાનો, આગેવાનો કે કાર્યકરો લોક વ્યવહારમાં કાયદાની ઐસીતૈસી કરતા જોવા મળે છે.
સત્તાધારી કે સત્તાપક્ષના કાર્યકરને કાયદાની કોઇ ધાક નથી અને ગેરવર્તન કરે છે. પોલીસ પણ સત્તાપક્ષ સાથે નરમ વ્યવહાર રાખે છે. સત્તાધારી પક્ષના આવા વ્યવહારથી પીડિતના સલામતી, મિલકત તેમજ ગૌરવપૂર્વક જીવન જીવવાના અધિકારનો ભંગ થાય છે. આખરે દેશમાં કાયદાનું શાસન છે અને કાયદાથી કોઇ પર નથી. આ નિયમ દરેકને લાગુ પડે છે, સત્તાપક્ષ હોય કે વિરોધ પક્ષ.
અશ્વિનકુમાર ન. કારીઆ, પાલનપુર, બનાસકાંઠા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.