મંત્રના દોષો જાણીને, એ દોષો નિવારીને કે દોષો નિવારીને મંત્રનો જાપ કરવો હિતાવહ છે. શારદાતિકલતસ્ત્રમાં આ દોષો નીચે પ્રમાણે દર્શાવ્યા છે.
छिन्नो रुद्धः शक्तिहीन पराङ्मुख उदीरित ।
बधिरो नेत्रहीनश्च कीलितस्तम्भितस्तया ॥
दग्धस्त्रस्तश्च भीतश्च मलिनश्च तिरस्कृतः ।
भेदितश्च सुषुप्तश्च मदोन्मत्तश्च मूच्छितः ।
इतवीर्यश्च हीनश्च प्रध्वस्तो बालकः पुनः ॥
कुमारस्तु युवा प्रौढो वृद्धो निस्त्रिंशकस्तथा ।
निर्बीजः सिद्धिहीनश्च मन्दः कूटस्तथा पुनः ॥
निरंशः सत्त्वहीनश्च केकरो बीजहीनकः ।
धमितालिङ्गितौ स्यातां मोहितश्च क्षुधातुरः ॥
अतिदृप्तोऽङ्गहीनश्च अतिकृद्धः समीरितः ।
अतिक्रूरश्च सव्रीडः शान्तमानस एव च ॥
स्थानभ्रष्टश्च विकल: सोऽतिवृद्धः प्रकीर्तितः ।
निःस्नेहः पीडितश्चापि वक्ष्याम्येषाञ्च लक्षणम् ॥
છિન્ન : चं બીજ આદિ, મધ્ય અને અન્તે સંયુક્ત કે એકલું બોલાતું હોય તે છિન્ન” કહેવાય છે. અથવા આદિ મધ્ય કે અંતે બીજનો લોપ થયો હોય તે પણ છિન્ન કહેવાય છે.
રુદ્ધ : આદિ મધ્ય અને અંતમાં ‘लं’ બીજ બે વાર આવે તો તે રુદ્ધ કહેવાય છે. તેનાથી ભુક્તિ કે મુક્તિ મળતી નથી.
શક્તિહીન : જે મંત્ર ‘હીં’, ‘हूं’ કાર કે અને फ्रें વગરનો હોય તે શક્તિહીન કહેવાય છે. – પરાક્મુખ : જેની શરૂઆતમાં કામ બીજ (क्लीं) ન હોય, અંતમાં હીં ન હોય કે कों ન હોય તે પરામુખ કહેવાય.
બધિર : ‘હૈ” જેના આદિ કે મધ્ય કે અંતમાં ન હોય અથવા આદિ, મધ્ય, કે અંતરા ‘स’ ન હોય તે, તે બધિર કહેવાય છે.
નેત્રહીન : જે મંત્ર પાંચ અક્ષરનો હોય અને જેમાં र, ह કે स ન આવતા હોય તે નેત્રહીન કહેવાય છે. તે દુ:ખ શોક અને રોગ આપે છે.
કલિત: જેના આદિ મધ્ય કે અંતમાં હંસ (ખ), પ્રાસાદબીજ (હો) વાગ્ભવ (એ) ન આવે, હં, સ, ફ્રે કે હૂં ન આવે, ‘હીં’ બીજ, ‘નમામિ’ એ પદ ન આવે તે કીલિત કહેવાય. અથવા બીજમંત્ર વગરનો હોય તે પણ કીલિત કહેવાય.
સ્તંભિત : એક લ અથવા ફટ વચ્ચે હોય અને અંતમાં સ બે વાર હોય કે ફટ બે વાર હોય તે મંત્ર સિદ્ધિનો રોધક છે. તેને ‘સ્તંભિત’ કહેવાય છે.
દગ્ધ : જે મંત્રની શરૂઆતમાં ર અને ય સાતવાર આવે તે દગ્ધ કહેવાય. કે સાતવાર વાયુબીજ (ય) રની સાથે આવે તે પણ દગ્ધ કહેવાય. (રાધવની ટીકા પૂ. ૮૬) અથવા શારદાતિલક ૨-૭૯ની ટીકામાં રાઘવે નોંધ્યું છે –અગ્નિવીજાધિકા દગ્ધા:! ર અગ્નિબીજ છે. તે વધારે વાર આવે તો મંત્ર દગ્ધ કહેવાય છે.
ત્રસ્ત : બે, ત્રણ, છ કે આઠ અક્ષરો પછી ‘ફટ’ આવતો હોય તે ત્રસ્ત કહેવાય.
ભીત : આદિ, મધ્ય અને અન્તમાં ‘અસ્ત્ર’ હોય તો તે ભીત કહેવાય.
જેની શરૂઆતમાં ‘હ’ ન આવે, ‘સ’ ન આવે પ્રણય (ૐ) ન હોય (અથવા શરૂઆતમાં બિંદુ કે વિસર્ગ ન હોય એવો પણ એક મત છે.)
મલિન : આદિ, મધ્ય અને અંતમાં ‘મ’ કાર ચારવાર આવે તે મંત્ર મલિન કહેવાય. – તિરસ્કૃત : જેની મધ્યમાં દ કાર આવે કે હૂં આવે. અંતમાં બે વાર ફટ, આવે તે મંત્ર તિરસ્કૃત કહેવાય.
ભેદિત : જેમાં બે ‘ભ્ય:’ હૃદયસ્થાને વચ્ચે આવે, અંતમાં વયટ આવે હૂ મધ્યે આવે તે ભેદિત કહેવાય. તે મંત્ર બુદ્ધિમાનોએ ત્યજવો.
૧.૨૪ ‘નેત્રતન્ત્રમ્’ પ્રમાણે મંત્રના દોષો :
હિંસક માણસો દ્વારા યજ્ઞયાગાદિમાં તથા મંત્રની સિદ્ધિમાં અવરોધો નાખવામાં આવે છે. શાન્તિક, પૌષ્ટિક વગેરે કર્મોની સિદ્ધિ માટે મંત્રોમાં શક્તિનું આધાન જરૂરી છે. મંત્રમાં દસ પ્રકારની બાધા ઉત્પન્ન થાય છે.
कीलनं चैव मन्त्राणां भेदनं मोहनं तथा ।
संत्रासं ताडनं चैव जम्भनं स्तम्भनं तथा ॥
रिपुत्वकरणं चान्यत् प्रत्यङ्गिरत्वमेव हि ।
सर्वहानिविधायित्वं क्रियते दुष्टमन्त्रिभिः ॥
મંત્રના રહસ્યો, મંત્રોદ્વાર અને યન્ત્રસિદ્ધિઓ
ટીકા સમજાવે છે કે –
ज्वाज्वल्यमानं संचित्य पादाङ्गुष्ठात्तु मस्तकम्।
प्रविश्याधोमखं कत्वा अपानस्थान आत्मनः ॥
दग्धकाष्ठसमप्रख्यं साध्यमुल्मुकरूपिणम् ।
त्यक्तदेहं विचिन्त्यैवं मत्रच्छेदः कृतो भवेत् ॥
कीलनं मोहनं चैव तेजोहानिस्तथा भवेत् ।
रक्षाच्छेदश्च भवति सत्यं नास्त्यत्र संशयः ॥
सर्वद्विष्टश्च भवति न मन्त्रस्तस्य सिध्यति ક્યા મંત્રો ફળ ન આપે ?
ભાવહીન, શક્તિહીન, કીલિત, વર્ણ અને માત્રાથી હીન, ગુરુપરંપરા અને આગમ પરંપરાથી વર્જિત, ભ્રષ્ટ આમ્નાયવાળા, આગમનો ત્યાગ કરનાર, દ્વારા વિઘ્નિત મંત્ર હજારો જાપ પછી પણ સિદ્ધ થતા નથી.
૧.૨૫ વરદાતન્ત્રનો મંત્રસિદ્ધિ માટેનો મત
• મંત્રની સાધના શાંત અને પવિત્ર સ્થળે કરવી, • દરરોજ એક જ સમયે મંત્રસાધના કરવી, શ્રદ્ધાપૂર્વક જપ કરવા.
૧.૨૬ મંત્રનો આરંભ ક્યારે કરવો ?
મંત્રની શરૂઆત પહેલાં માસ તિથિ તથા વાર પણ ધ્યાનમાં લેવા પડે છે. મંત્રના ફળને એની સાથે સંબંધ છે.
મંત્રારંભનો માસ તેનું ફળ
કારતક મંત્ર સિદ્ધિ
માગશર મંત્ર સિદ્ધિ
પોષ દુશ્મનને કષ્ટ
મહા બુદ્ધિમાં વૃદ્ધિ
- નેત્રતન્ત્રમ્- 16-33, 34 પર ક્ષેમરાજની
મંત્રની ભાષા, પરિભાષા અને રહસ્યો
ફાગણ ઇચ્છિત ફળ
ચૈત્ર શુભ ફળ
વૈશાખ ધન લાભ
જેઠ સાધકનું મૃત્યુ
અષાઢ સ્વજનનું મૃત્યુ
શ્રાવણ દીર્ઘાયુષ્ય મળે
ભાદરવો સંતાનનું મૃત્યુ
આસો રત્નની પ્રાપ્તિ
જેઠ, અષાઢ કે ભાદરવો મંત્રારંભ માટે નકામા છે. વૈશાખ અને આસોમાં ધનપ્રાપ્તિના મંત્રો શરૂ કરવા