સુરત: વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવકે પૈસાની જરૂરિયાતને કારણે પોતાના જ પિતાના મકાનમાં ચોરી કરી હતી. અશ્વનીકુમાર રોડ પર ઉપર રહેતા ટ્રાન્સપોર્ટર પિતા પુત્રી અને જમાઈ સાથે અમરનાથ યાત્રા પર ગયા હતા ત્યારે તેમના પુત્રએ મકાનમાંથી ત્રણ સોનાની ડાયમંડ વિંટી, રોકડ રકમ, તેમજ ચાંદી, પીતળ અને કાચના વાસણ મળીને અંદાજે રૂ. 92,000ની મત્તાની ચોરી કરી હતી. જેથી પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આરોપી પુત્રની ધરપકડ કરી.
- અશ્વિનીકુમારના કપૂતે ઘરના પિતળ અને કાસાના વાસણ પર ચોરીને વેચી દીધા
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વરાછા અશ્વિનીકુમાર રોડ આવેલા ભરવાડ મહોલ્લાના વૃંદાવન એપાર્ટમેંટમાં રહેતા 51 વર્ષીય ભરતભાઇ વલ્લભાઇ પટેલ શિવશક્તિ કાર્ટિંગના નામે ટ્રાસપોર્ટનો વ્યવસાય કરે છે. તેમનાં પત્ની હંસાબેન 15 વર્ષથી અલગ રહે છે. તેમના સંતાનમાં 29 વર્ષીય દીકરી કોમલ અને 25 વર્ષીય પુત્ર કેવીન છે. ગત તા.03 જુલાઈ 2025ના રોજ ભરતભાઈ પુત્રી કોમલ અને જમાઈ અક્ષય સાથે અમરનાથ યાત્રાએ ગયા હતાં. તે સમયે ઘરમાં પુત્ર કેવિન એકલો હતો.
દરમિયાન તેને પૈસાની જરૂરિયાત ઉભી થતા ઘર માથી રોકડા રૂપીયા 12,000 હજાર તેમજ ત્રણ સોનાની ડાયમંડવાળી વિંટી જેનો વજન આશરે 15 ગ્રામ જેની કિંમત આશરે 45,000 તથા ચાંદીના તથા પીતળના તેમજ કાસાના વાસણો જેની કિંમત આશરે 35,000 હજાર મળી તમામ ચીજ વસ્તુની કુલે કિંમત રૂપીયા 92,000 હજાર મતાની ચોરી લીધા હતા.બનાવ અંગે ભરતભાઈની ફરિયાદના આધારે વરાછા પોલીસે તેમના પુત્ર કેવિન સામે ચોરીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.