National

માત્ર 5 રૂપિયા માટે નરાધમ બાપે પોતાની જ 20 મહિનાની બાળકીની હત્યા કરી નાખી, ચોંકાવનારો કિસ્સો

Gondia : મહારાષ્ટ્રના (Maharashtra) ગોંડિયા(Gondia)થી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ ગુસ્સાથી તેની 20 મહિનાની પુત્રીની હત્યા કરી હતી (Father Kills 20 Month Old Daughter). તમને જાણીને વધુ આશ્ચર્ય થશે કે બાળકીના મોતનું કારણ માત્ર 5 રૂપિયા માંગવાની વાત બની હતી. સોશિયલ મીડિયા પર આ મામલે ચર્ચા થઈ રહી છે.

ગોંડિયાના લોનારા ગામમાં રહેતા 28 વર્ષીય વિવેક ઉઇકે પર તેની 20 મહિનાની પુત્રીની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે માર મારતા માસૂમપુત્રી ને મારી નાખી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પત્નીએ પુત્રીને મીઠાઇ ખાવા માટે તેની પાસેથી 5 રૂપિયાની માંગણી કરી હતી.

પોલીસ(Police)ને બાળકી ની હત્યાની જાણ થતાં જ તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. આ દુખદ ઘટના મંગળવારે બની હતી.

શું થયું હતું ?

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી ઘણા સમયથી મીઠાઇ ખાવા માટે રડતી હતી. જે બાદ માતાએ મીઠાઇ ખરીદવા માટે આરોપી પાસેથી 5 રૂપિયા માંગ્યા હતા.રૂપિયા ની માંગણી કરતાં આરોપી ગુસ્સે થઈ ગયો હતો અને તે ગુસ્સા ની માસૂમ બાળકી પર ઠાલવિયો હતો. આરોપીએ વારંવાર ઘરના દરવાજે બાળકીનું માથું અફડાવ્યું હતું , જેના કારણે તેનું મોત (death)નીપજ્યું હતું.

આ સમય દરમિયાન માતાએ બાળકી ની હત્યા કરનાર પિતાની ચુંગાલમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે નીસફળ રહી હતી અને બાળકી નું મોત નીપજ્યું હતું. બાળકીને તેના માથા અને શરીરના અન્ય ભાગો પર ઘણી ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટના બાદ બાળકીની માતાએ પોલીસને જાણ કરી હતી. જે બાદ આરોપી વિરુદ્ધ હત્યા(Murder)નો કેસ દાખલ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ મૃતક બાળકીના માતા-પિતાએ વર્ષ 2018 માં લગ્ન કર્યાં હતાં. આક્ષેપ મુજબ બાળકનો પિતા તેની માતા પર હુમલો કરતો હતો. જેના કારણે તેણી તેના પિયર જતીરહી હતી. 1 વર્ષ પહેલા, બંને ફરી એક સાથે રહેવા લાગ્યા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top