Vadodara

ફેક્ટરીના માલિક પિતા-પુત્રે ટ્રેન નીચે પડતું મૂક્યું

વડોદરા : શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે લાઈન વચ્ચે મંગળવારે મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં રહેતા ‌ફેકટરીના માલિક અને તેમના પૂત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આપધાત કરી લીધો છે. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પિતાપુત્રના મૃતદેહનો કબ્જો લઇ  પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે પોલીસ સૂત્રો પાસેથી મેળેલ માહિતી મુજબ પુત્ર માનસિક બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પિતાપુત્રના આપઘાત અંગેનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સુવર્ણ પુરી સોસાયટીમાં ફેકટરીના માલિક દિલીપભાઈ વિમલભાઈ દલાલ (ઉ.વ 70), પૂત્ર રસેશભાઈ દિલીપભાઈ દલાલ (ઉ.વ: 43) અને પત્ની સાથે રહેતા હતા. મંગળવારે મોડી રાત્રે શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે લાઈન વચ્ચે 70 વર્ષીય દિલીપભાઈ અને તેમના 43 વર્ષીય તેમના પુત્રએ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. પિતા પુત્રએ ફેક્ટરી પરથી નીકળવ્યાબાદ રેલવે લાઈન પર ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવ અંગે રેલવે પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા ટ્રેન નીચે આવી જતા પિતાપુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી પિતાપુત્રના મૂર્તદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તેમજ બનાવ અંગે ફેક્ટરી માલિક દિલીપભાઈના પત્નીને જાણ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ દિલીપ ભાઈનો પુત્ર રસેશ માનસિક બીમારીથી પીડિત હતો. તેમજ પરિવારમાં તેઓ અને તેમની પત્ની જ હોવાનું બહાર આવ્યું હતું.  મકરપુરા નજીક પિતા પુત્રએ ટ્રેન  નીચે ઝંપલાવી આપઘાત કરી નાખતા આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસનો ઘમઘાટ શરૂ કરી દીધી છે. પિતા પુત્રએ ક્યાં કારણોસર મોતને વ્હાલું કર્યું છે. તે દિશામાં તપાસ હાથ ધરી પરિચિત લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ  તપાસ બાદ પિતા પુત્રનું આપઘાતનું ચોક્કસ કારણ સામે આવી શકશે.

Most Popular

To Top