પવિત્ર હોળીના પાવન પર્વ દરમિયાન ફાગણ સુદ તેરસના દિવસે મહુવા ખાતે આવેલા વાંસકુઇ ગામના ગોળીગઢ બાપુના મંદિરે સુંદર મેળાનુ઼ આયોજન થાય છે. અહીં આ મેળામાં લોકો દૂર દૂરથી દર વર્ષે નિયમિત હોંસે હોંસે આવે છે. એમાં ઉમંગ ઉત્સાહથી ભાગ લઇ છે. સૌથી પહેલા ભોળા ભક્તો મંદિરમાં દર્શન કરી બાધામાથી મુક્ત થાય છે. કેટલાક દુ:ખી ભક્તો બાધા લે છે. કહેવાય છે કે માનવીના શરીરમાં કોઇ અંગમાં ગોળી જેવું દેખાય, ગાંઠનો અનુભવ થાય. રસોલીન થાય અથછા ફોલ્લા થાય એટલે લોકો આ મંદિરની બાધા લઇ છે.
બાધા રાખવાથી આવી બધી પિડામાંથી થોડાક સમય પછી તેઓ એમાંથી મુક્ત થાય છે. આ એક સનાતન સત્ય છે. એવું શ્રધ્ધાળુ ભક્તો દીલથી માને છે. બાધામાથી મુક્ત થનાર ભક્ત કોઇપણ ધાતુની ગોળી આ મંદિરમાં બાપુના ચરણ સ્પર્શ કરી ચઢાવે છે એ સાથે સારી એવી રોકડઠ રકમની ભેટ પણ ચઢાવે છે. પછી ખુશ થઇને પ્રસાદી લઇને વિદાય લઇ છે. પહેલા આ મંદિરનો રસ્તો કાચો હોવાથી બહુ કષ્ટ ઉઠાવવું પડતુ હતુ. હવે આ મંદિરનો કાચા કલ્પ થઇ ગયો છે. રસ્તો હવે પાડો બની જવાથી બસ મંદિરના દ્વાર સુધી પહોંચી જાય છે. સુરતથી લોકો બસમાં આવે છે. કેટલાક સુખી સપન્ન પરિવારના લોકો ઘશની ગાડીમાં આવે છે. ગોળીગઢ બાપુના દર્શન કરી ધન્ય થઇને વિદાય લે છે. ઘરતરફ વિદાય લેતી વખતે ભક્તો દીલથી બાપુનો જયજયકાર કરી હસતા હસતા ઘર તરફ જાય છે.
સુરત -જગદીશ પાનવાલા, – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.