Vadodara

પાલિકાએ હોર્ડિગ્સો કાઢવા પડ્યા તેનો મતલબ બધા ગેરકાયદે હતા..!

વડોદરા: વડોદરા શહેરમા હોર્ડિંગ માફિયાઓ નું રાજ વર્ષો થી ચાલતું હતું. મનફાવે તે રીતે શહેર મા હોર્ડિંગ લગાવતા હતા. શહેર ના દરેક ચાર રસ્તા પર તેમજ ઐતિહાસિક ઇમારતો પર હોર્ડિંગ નહીં લગાવવાના સરકાર ના કાયદા ને ઘોળી ને પી જનારા હોર્ડિંગ માફિયા અને પાલિકા ના અધિકારીઓની મીલીભગત ખેલ પર પાલિકાએ પડદો પાડી દેતા અનેક સવાલો ઉભા થયા છે. હોર્ડિંગ માફિયા રાજ નો ખુલાસો થાય તે પહેલા પાલિકાએ શહેર ને હોર્ડિંગ મુક્ત એટલા માટે કર્યું હોવાનું કહેવાય છે કે હોર્ડિંગ માફિયા રાજ સાથે કેટલાક રાજકીય નેતાઓ અને મોટા સરકારી બાબુઓ ની મીલીભગત હોવાનું કહેવાતા તેમના નામો સામે ન આવે તે પહેલા શહેર માંથી હોર્ડિંગ ઉતારી મોટા માથા ને બચાવી લેવાયા હોવાનું કહેવાય છે.

હવે આડેધડ હોર્ડિંગ લાગશે ખરા?
પાલિકાએ શહેરને હોર્ડિંગ મુક્ત કરતા શહેર ના હજારો નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાની આ કામગીરીને આવકારી છે. નાગરિકો એ હજુ પણ આશંકા દર્શાવી છે કે સમય જતા ફરી શહેર મા હોડિંગ રાજ જોવા મળશે. જો પાલિકા એ પોતની શાખ જાળવવા કડક વલણ અપનાવી ને પ્રતિબંધીત જગ્યાએ હોર્ડિંગ લાગતા અટકાવવા કડક કાયદાનું પાલન કરવું પડશે.

ધાર્મિક જાહેરાતમા કોમર્શીયલ જાહેરાત ચિપકાવવી કેટલી યોગ્ય?
હોર્ડિંગ માફિયાઓ સસ્તા ભાવે તેમજ ધાર્મિક, સામાજિકના બહાના હેઠળ આ હોર્ડિંગોમા કોમર્ષીયલ જાહેરાતો લેબલ ચિપકાવી દેતા હતા. અને પડદા પાછળ મફતની જાહેરાતનું બિલ બનાવી ને જાહેરાત ના કોમર્ષીયલ બિલ વસુલી કરવાના કિસ્સા બહાર આવે તે પહેલા પાલિકાએ હોર્ડિંગ હટાવી ને સમગ્ર હોર્ડિંગ કૌભાંડ પર પડદો પાડી દેતા અનેક તર્કવિતર્ક સર્જયા છે.

ચાર દિવસમાં 500 થી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા
પાલિકા દ્વારા હાલમાં શહેરમાંથી જોખમી અને ગેરકાયદેસર રીતે લાગેલા હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ કામગીરી છેલ્લા ચાર – પાંચ દિવસથી ચાલી રહી છે. રવિવારે પણ આ કામગીરી ચાલુ હતી અને રવિવારે 80 જેટલા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા. તો આ ચાર થી પાંચ દિવસમાં 500 થી વધુ હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે. – રાજપાલસિંહ ચાવડા, જમીન મિલકત અમલદાર, કોમર્શિયલ

Most Popular

To Top