બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો સાંસદને અધિકાર નથી સને 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતીથી એનો ચુકાદો આપેલો. એમાં એવો હુકમ હતો કે ‘‘બંધારણના મૂળભૂત માળખામાં (બેઝિક સ્ટ્રક્ચરમાં) સાંસદને અધિકાર નથી. આ હુકમને રાષ્ટ્રીય સેવક સંઘના અને ભારતીય જનસંઘના નેતાઓએ ચુકાદાને માથે લઈને નાચ્યા હતા. ન્યાયમૂર્તિ ખન્નાના ઓવારણાં લેવાનું બાકી રાખ્યું ન હતું.
લાલકૃષ્ણ અડવાણી તેમની આત્મકથામાં લખે છે કે જે દિવસે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો અધિકાર સાંસદ અને સંસદમાં બેસનારાં રાજકારણીઓને આપવામાં આવશે એ દિવસથી ભારતમાં લોકતંત્રનો અંત આવશે અને સરમુખત્યારશાહીનાં પગરણ થશે. બી.જે.પી.ના ધનગરોએ તેઓના આ સિનિયર નેતાની આત્મકથા વાંચી નથી લાગતી. જે સાંસદ ચૂંટાઈને સંસદભવનમાં જાય તેઓએ અડવાણીની આત્મકથા વાંચવી જરૂરી છે. મોદી સાહેબ આ બાબતે સૌને જણાવે તો ઘણો ફરક પડે.આજે અડવાણી સાહેબ એક શબ્દ બોલતા નથી આ પણ એક ખેલ છે.
જો અડવાણીએ આજના બી.જે.પી.ના તથા આર.એસ.એસ.ના ધનગરોનો આ બાબતે વિરોધ કર્યો હોત તો અડવાણીમાં લોકશાહી પ્રેમ છે અને ભારતની પ્રજામાં પણ એવું થાત કે લોકશાહીનો પ્રેમ અમારા નેતામાં છે. સને 2004માં બી.જે.પી.નો પરાજય થયો પણ તે પહેલાં તા.22-2-2000ના રોજ બાજપાઈ સરકારે દેશના નિવૃત્ત ન્યાયમૂર્તિ નામે વેંકટ ચેલૈયા અધ્યક્ષપદે ‘‘The national commission to review the working of constitution’’ નામનું કમિશન નીમ્યું. બાજપાઈ અને અડવાણીને એમ હતું કે બંધારણ ખામીગ્રસ્ત છે અને તેમાં પરિવર્તન કરવું પડે એમ છે એવું કારણ મળી રહેશે. પરંતુ દુર્ભાગ્યે કમિશને કહ્યું કે બંધારણ કોઈ ખામીગ્રસ્ત નથી.
અને એના બેઝિક સ્ટ્રક્ચરને હાથ પણ લગાડવો ન જોઈએ. બાજપાઈ અને અડવાણી પણ તેમાં ફાવ્યા નહીં. જે બંધારણ હાલમાં છે તે બદલવા માટે કમિશન બદલવામાં ફાવ્યા નહીં. તે બંનેને જાણ હતી કે લોકશાહી મોર્ગેજ પૂરી બહુમતી સાથે જ દિલ્હી પહોંચી શકાશે. હાલ નવી સરકાર જે રચાશે અને ભૂલેચૂકે પણ સરમુખત્યારશાહી લાવશે તો પાકિસ્તાનમાં, ઈરાકમાં, લીબિયામાં, ઈરાનમાં સેકુલર સરમુખત્યારોની જેમ જેલમાં સડવું પડશે. આપણા બંધારણને દુનિયાના દેશો માનતા હોય અને આપણા પોતાના દેશમાં બદલવાનું જણાવશે તો આખા દેશમાં અંધાધૂંધી ફેલાઈ જશે. હિન્દુ રાષ્ટ્ર માટે પણ આ દેશનું બંધારણ ફાયદાકારક છે.
સુરત – પરસોત્તમ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.