Gujarat

કલોલમાં આ રોગચાળો ફાટી નિકળતા અમિત શાહે આપ્યો મોટો આદેશ, મુખ્યમંત્રી સાથે થઈ ચર્ચા

ગાંધીનગર: ગાંધીનગર (Gandhi nagar) જિલ્લાના કલોલમાં (Kalol) રોગચાળો ફાટી નિકળયો છે .જેને લઈને સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આરોગ્ય તંત્ર પાસે તાત્કાલિક રિપોર્ટ મંગાવ્યા છે. કલોલમાં ફેલાયેલા રોગચાળાને અટકાવવા ગૃહમંત્રી અમિત શાહે જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યા છે. આ ઉપરાંત રોગચાળાથી (Epidemic) અસરગ્રસ્ત દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે પણ આદેશ આરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રોગચાળા પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુવિધાઓ પાડવામાં અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે પણ વાતચીત કરી છે.

ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઝાડા ઉલ્ટીના રોગચાળાનો કેસેમાં વધારો થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થાનિક આરોગ્ય કેન્દ્રોનો રિપોર્ટ મંગાવ્યો હતો. તેમજ જિલ્લા અને સ્થાનિક વ્યવસ્થા તંત્રને આ સમસ્યા પર ઝડપથી કાબૂ મેળવવા જરૂરી સૂચનાઓ અને દિશા નિર્દેશ આપ્યા હતા. માર્ગદર્શિકા અને જરૂરી સૂચન બાદ તેમણે કલોલ ખાતે કલોલના પૂર્વ વિસ્તારમાં તાત્કાલિક પીવાના પાણીની નવી પાઇપલાઇન મંજૂર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કલોલમાં ઝાડા ઉલટી અને કોલેરાના (Cholera) કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્રની ચિંતા વધી રહી છે. ત્યારે રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા હતા. તેમણે સ્થાનિક આરોગ્યતંત્ર પાસે તાત્કલિક રિપોર્ટ મંગાવ્યો હતો. અને જિલ્લા કલેક્ટરને જરૂરી આદેશો આપ્યા હતા. નોંધનીય છે કે કલોલમાં 500ની પાર કેસ સંખ્યા જતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. તો બીજી તરફ રોગચાળાને ફેલાવતો અટકાવવા માટે તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાવવા માટે 30 ટીમ ઉતારવામાં આવી છે. ટીમ દ્વારા ઘરે ઘરે જઇને જરુરી સૂચનો તથા ક્લોરિન ટેસ્ટ અને ક્લોરિનની દવાઓ આપવામાં આવે છે.

રોગચાળાને અટકાવવા માટે મેડિકલ ટીમ દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 8 મેડિકલ ઓફિસર અને 92 પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ રોગચાળો ફેલાવવાનું કારણ દૂષિત પાણી માનવામાં આવી રહ્યું છે જેને પગલે પીવાના પાણીની નવી લાઇન નાંખવાની મંજૂરી અપાઇ છે. અસરગ્રસ્ત 59 સોસાયટીમાં નળથી પાણી બંધ કરવામાં આવ્યું છે અને હાલ નગરપાલિકા દ્વારા પીવા અને ઘર વપરાશનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

રોગચાળાને પગલે ગાંધીનગર કલેક્ટે અચાનક સિવિલ હોલ્પિટલની મુલાકાત લીધી હતી. આ સાથે જ જિલ્લા કલેક્ટરે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવી દીધા હતા. રોગચાળાનો પગલે અર્બન હેલ્થ સેન્ટરમાં 24 કલાક માટે કન્ટ્રોલ રૂમ કાર્યરક કર્યો છે, જેનો નંબર 027640229022 જાહેર કરવામાં આવ્યો છે. રોગચાળાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં બેનરો અને પોસ્ટરો લગાવી લોકોને માહિતીગાર કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top