Charchapatra

ગુજરાતની શરમજનક સ્થિતિ

સમૃદ્ધ ગુજરાતમાં ગરીબાઈ ચરમસીમાએ પહોંચી છે. તેના પરિણામે 3.65 કરોડ લોકો મફત અનાજ લેવા મજબૂર બન્યાં છે, જે ગુજરાતની જનતાની આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. છેલ્લાં 6 વર્ષ દરમ્યાન ગુજરાતના પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 1.22 કરોડ ટન મફત સસ્તું અનાજ વહેંચવામાં આવ્યું હતું. રાજ્યની કુશળતા તો એ છે કે શરમજનક સ્થિતિમાં હોવા છતાં સરકાર આ મુદ્દાને પોતાની સિદ્ધિ ગણાવી રહી છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં લોકોની માથાદીઠ આવક વધી છે.

રોજગારીની તકો વધી રહી છે.ઉદ્યોગો માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય બન્યું છે.આ પાયાવિહોણા તકીયા કલમ દ્વારા પ્રચાર કરવામાં આવી રહી છે. ગરીબી રેખાની નીચે જીવતાં પરિવારોની સંખ્યા વધી રહી છે. આ છે આપણા ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ. આ અંગે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત રાજયનો વર્ક રીપોર્ટનો અભ્યાસ કરવા સંનિષ્ઠ વ્યક્તિઓની કમિટી બનાવવી અનિવાર્ય થઇ ગઇ છે જે કેન્દ્રના સત્તાધીશોને હકીકતની જાણ થઇ શકે એમ ગુજરાત રાજ્યની જનતાના હિતમાં જરૂરી કલ્યાણલક્ષી કડક પગલાં લઇ લઇ શકાય. ગુજરાતમાં રીયલસ્ટેટની પણ દયાજનક પરિસ્થિતિનીને કારણે જંત્રીના ભાવમાં કરેલો  બમણો વધારો તેમજ પ્રોજેકટોની મજૂરી માટેના અયોગ્ય અને બિનજરૂરી નિયમો કાયદાઓ અવરોધક બન્યા છે. ગુજરાતને સાચા અર્થમાં વિકસિત અને સમૃદ્ધ બનાવવા જનહિતમાં ખૂબ જ મોટા પાયે સુધારાવધારા જરૂરી બન્યા છે.
સુરત     – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top