Dakshin Gujarat

8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ

વલસાડ : વલસાડના ટેલરને લાઈટ બીલ જોતા ભર શિયાળે પરસેવા છૂટી ગયો. કારણકે લાઈટ બીલમાં વીજ વપરાશની રકમ રૂપિયા 86 લાખ હતી. વલસાડ G.E.B ની કચેરીએ તપાસ કરતા જવાબદાર અધિકારીએ સરકારી જવાબ આપ્યો કે આ બાબતે તપાસ કરીશું.

વલસાડના ચોરગલીમાં આવેલી ન્યુ ફેશન ટેલર નામની દુકાનમાં ગઇકાલે એક વ્યક્તિ દુકાન માલિકને લાઈટબિલ આપવા માટે આવ્યો હતો. દુકાન માલિકે લાઈટ બીલ જોતા તેને ભર શિયાળે પરસેવા છૂટી ગયો હતો. કારણકે લાઈટ બીલમાં વીજ વપરાશની રકમ રૂપિયા 86 લાખ હતી. આ રકમ જોતાની સાથે જ દુકાન માલિકે તેની દુકાનનું લાઈટ બીલ ઓનલાઇન ચેક કરતા તેમાં પણ તેને રૂપિયા 86 લાખનું લાઈટ બીલ જણાયું હતું. આ બાબતે વલસાડ G.E.B ની કચેરીએ તપાસ કરતા જવાબદાર અધિકારીએ સરકારી જવાબ આપતા જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ કરીશું, પરંતુ આટલી મોટી બેદરકારી એક નાનકડી દુકાનમાં આવતી હોય તો કેટલા લોકો સાથે આવી બેદરકારી થતી હશે, તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે.

ત્યારે વલસાડમાં ટેલરની 8 બાય 8 ની નાનકડી દુકાનનું લાઈટ બીલ 86 લાખ રૂપિયા આવતા દુકાન માલિક ભારે આશ્ચર્યમાં મુકાયો છે. G.E.B ની આવી ગંભીર બેદરકારી પણ સામે આવી છે. ત્યારે આવી મોંઘવારીમાં સામાન્ય વ્યક્તિને ઘર ચલાવવા માટેનું મુશ્કેલ બન્યું છે. જેમાં આવું આડેધડ લાઈટ બીલ આપનાર G.E.B વિભાગ સામે પણ ગંભીર પગલાં લેવાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. કારણ કે સામાન્ય વ્યક્તિને જ્યારે લાઈટ બીલ ભરવામાં એકાદ મહિનો મોડુ થાય તો G.E.B વિભાગની આખી ફોજ કનેક્શન કાપવા માટે ઉતરી પડે છે. એટલુ જ નહી પેનલ્ટીના નામે ચાર્જ પણ લગાવે છે. ત્યારે G.E.B ની આવી ગંભીર બેદરકારી સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

Most Popular

To Top