છેલ્લાં કેટલાંક દિવસોથી જોઇએ છીએ કે કેન્દ્ર સરકારે માનીતા ચૂંટણી કમિશ્નરોને નિયુકત કરી લોકસભાની સીટી કબ્જો કરવાની દુષ્ટનીતિ અમલમાં મુકી છે. નવા બે ચૂંટણી કમિશ્નરોએ આવતાની સાથે બે દિવસમાં દેશભરના અમલદારો બદલાવવાનો દોર ચાલુ કરી દીધો. સવાલ એ આવે છે કે આ ચૂંટણી કમિશ્નરોને કયા અમલદાર કેવી રીતે કામ કેર છે તેની બે જ દિવસમાં ખબર કેમ પડી ગઈ? જવાબ એ છે કે ચૂંટણી જાહેર થવાનું સમયપત્રક સરકાર પાસે હતું જ નવા કમિશ્નરોએ તો ચાપી દીધેલા પૂતળાની જેમ તે અમલમાં મુકવાનું હતું.
બીજુ કામ ભાજપ દેશભરમા પોતાને અનુકૂળ કયા અમલદારને મુકાવવા તેનું લીસ્ટ પણ આ પંચને પકડાવી દીધું હતું. અમે જાણીએ છીએ કે સરકારમાં બદલીની ફાઇલ મહિનાઓથી ચાલતી હોય છે ત્યાં આ બે જણને બે જ દિવસમાં દેશના ઉચ્ચ અમલદારોની નિષ્ઠા, વફાદારી, તરફદારી વિગેરેની ખબર કેવી રીતે પડી ગઇ ? જવાબ એ છે કે ભાજપે આ બ્રીફ તૈયાર કરી રાખેલી પૂતળાઓ આવે એટલે ચાવી મારતા રમત શરૂ થઈ જાય અને એમ કરીને કેન્દ્ર સરકારે પોતે જ લોકસભાન ચૂંટણી ચુંથવાનું જેને અંગ્રેજીમાં વીશીયેટ viliate કહે છે કે શરૂ કરી દીધું હતું.
એટલે ચૂંટણી પતે પછી એક મહિના પછી મત ગણતરી શરૂ કરવાનું આયોજન કર્યું અને તે પણ સાત તબક્કામાં મતદાન કરવાનું, જેથી મોદી સરકારી વિમાનમાં સમગ્ર દેશમાં ફરી વળે અને ભાજપનું સ્ટીમરોલર ફેરવી દીયે દુનિયામાં આવી દુષ્ટ અમલદારી જણાતી નથી. બીજી નવાઈની વાત એ લાગી છે કે નિવૃત્ત અને ચાલુ હાયકોર્ટ જજો, નૌકાદળના નિવૃત્ત સેનાપતિને પણ ચૂંટણીનો ‘હડકવા’ લાગ્યો છે. નિવૃત્ત અમલદારો અને ચાલુ ધારાસભ્યો એવું માને છે કે ચૂંટણી તો ઇવીએમ મશીનોથી થવાની છે.
અને ઇવીએમ મશીનો તો મોદી-અંબાણી-અદાણીના, આઇ.ટી. ટેકનીશીયનોએ મશીનોને આપેલ ‘કમાન્ડ’ (એટલે હુકમ) પ્રમાણે પરિણામ તૈયાર કરવાના છે માટે ઇવીએમ મશીનોથી ભાજપની જીત પાક્કી છે ને આપણે સાંસદ બની જઇશું, પ્રધાનપદા ભોગવી લઈશું, સત્તા ચલાવતા થઈ જઈશું અને આવતા સાત જનમનં કરી લઇશું. મોદીએ ઇલે. બોન્ડ મારફતે ભયંકર ગેરરીતિઓ રાજકારણમાં શરૂ કરી છે. એક બાજુ રામમંદિરનું ઉદ્દઘાટન ચાલે અને બીજી બાજુ રાવણોના રાજ સ્થાપવાની દુષ્ટનીતિ ચાલે દુનિયાભરમા ભાજપ અને મોદીએ ભારતની લોકશાહીને લજવી
મારી છે.
સુરત – ભરત પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.