અનુભવનું ભાથુ, ડહાપણના પાના અને દીર્ઘદૃષ્ટિની દોરી- વૃદ્ધોની આ સંપત્તિનો આપણે લાભ લેવો જોઈએ. વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે એની શારીરિક શક્તિ ઓછી થઈ જાય છે. પરંતુ એમની પાસે જીવનના અનુભવનું ભાથુ અને ડહાપણના પાસે જીવનના અનુભવનું ભાથુ અને ડહાપણના પાના તથા દીર્ઘદૃષ્ટિની દોરી અકબંધ રહેલા હોય છે. આ તેઓની સપંત્તિ છે. પરંતુ આપણે તેનો લાભ લેતા નથી. આપણે જો એનો લાભ લઈએ તો આપણી ઘણી સમસ્યા ઉકલી જાય છે. દા.ત. બેંકના નિવૃત્ત વ્યક્તિઓ બેંકીગ અંગેની આપણને સલાહ આપી શકે છે.
શાળાઓનાં નિવૃત્તિ આચાર્ય શાળાનાં સંચાલન અંગે કંઈક મુશ્કેલી હોય તો એને દૂર કરવા માર્ગ બતાવે છે. મોટી કંપનીમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓ કંપનીમાં કેવી રીતે ફાયદો થાય, કંપનીને નફો થાય એની સલાહ આપી શકે છે. નિવૃત્ત પોલીસ અધિકારી તો ઘણી રીતે સમાજને ઉપયોગી થઈ શકે છે. દા.ત. ટ્રાફિકના નિયમો અંગેના શિબિર પણ જાહેર જનતાને માટે કરી શકે છે. શાળા કે કોલેજોમાં તેઓને બોલાવી શિસ્તપાલન અંગે પણ દોરવણી આપી શકે છે. સમાજમાં એવી ઘણી નિવૃત્ત વ્યક્તિઓ છે. જેઓના જ્ઞાનનો આપણે લાભ લેવો જોઈએ. કઠિન ગણાતા વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, ફિઝીક્સ, કેમીસ્ટ્રીનાં સેમિનારો યોજી તેઓના જ્ઞાનનો લાભ લેવો જોઈએ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સુરત – રેખા ન.પટેલ
