હિન્દી ફિલ્મ દુરંધર – ૨એ 850 કરોડથી વધુના વકરો કરી બોલીવુડના બધા ઇતિહાસ તોડી પાડ્યા છે જેનું કારણ રૂ. 500 અને રૂ 900 ની એક ટિકિટ નો પણ ગણી શકાય. પરંતુ આ ફિલ્મની અસર પાકિસ્તાનમાં ખૂબ પડેલી હોય તેવો સોશિયલ મીડિયા પરના વિડીયો પરથી જણાય આવે છે જેમાં આમ તેમ રખડતો કે ફૂટપાથ પર સૂતેલો વ્યક્તિ પાસે થી ત્યાંની સ્થાનિક પ્રજા અને પોલીસ પ્રશાસન બંને આવા આવારા રખડતા રજડતા ઓની નાગરિત્વ તપાસી રહી છે જે કામ ભારતમાં છેલ્લા દસ વર્ષમાં થવું જોઈએ તે થયું નથી.
જેને કારણે ભારતમાં જ ભારત વિરોધીઓ અને સ્લીપર સેલો એટલે કે અન્ય દેશ ને આપણા દેશ ની ખબર આપનાર ઓનો રાફડો ફાટ્યો છે અને તેઓને મઝા પડી ગઈ છે, વિદેશ થી જે ફન્ડિંગ થાય છે તે બાબતે પણ આપણું પ્રશાસન જરા પણ ગંભીર થઈ પાકિસ્તાનમાં થાય છે તે ભારતમાં કરી શકતા નથી??!! તેને પ્રશાસનની નબળાઈ ગણવી કે લાપરવાહી ગણવી તે પ્રજાજનો/ મતદાતા ઓને સમજણ પડતી નથી. આવા ભિખારી સ્વરૂપે થી માંડી ધંધાદારી સ્વરૂપે ફરતા સ્લીપર સેલ અને આતંકવાદીઓ માટે ભારત ધર્મશાળા બની ગયું છે. ત્યારે ક્યારે તેઓને ભારત ભારે પડશે તે રહસ્યની વાત છે. શ્રીમાન નરેન્દ્ર ભાઈ મોદી અને તેની સરકાર ભારતમાં જ પૂરેપૂરું ધ્યાન આપે અંદરના દુશ્મનોનો ખાતમો કરે તેની દેશવાસીઓ રાહ જોઈ રહ્યા છે. નહીં તો આ સરકાર હોય કે બીજી સરકાર મતદાતાઓને કશો ફરક પડતો નથી.
સુરત – પરેશ ભાટીયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.