Comments

દેશના અર્થતંત્રનું અનર્થ તંત્ર

2004માં જયારે ડો. મનમોહનસિંહે વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારે ભારતની વેપારી નિકાસ 63 અબજ ડોલર પર હતી. 2014માં જયારે ડો. મનમોહનસિંહે સત્તા છોડી ત્યારે આ આંક 312 અબજ ડોલર પર હતો. આનો મતલબ એ થયો કે યુ.પી.એ. સરકારના શાસનમાં ભારતની વેપારી નિકાસ દસ વર્ષ સુધી સત્તર ટકાના દરે વધી. માર્ચ 2020માં એટલે કે કોવિડના એક વર્ષ પહેલાં આ આંકડો 314 અબજ ડોલર પર હતો. મતલબ કે ભારતની વેપારી નિકાસમાં છ વર્ષમાં કોઇ વધારો જ નથી થયો. આ સ્થગિતતા ભારતમાં નીતિની ખામી અને શાસનની ખામીનું પરિણામ નથી. હકીકત એ છે કે યુ.પી.એ.ના દાયકામાં વૈશ્વિક વ્યાપાર જ સ્થગિત થઇ ગયો હતો.


આમ છતાં અન્ય રાષ્ટ્રોએ પણ આ જ સમયગાળામાં સારો દેખાવ કર્યો હતો એ પણ હકીકત છે. દ.બાંગ્લાદેશ અને વિયેતનામે પોતાની નિકાસ વધારી હતી અને તેમનો વૈશ્વિક વ્યાપારનો ફાળો વધ્યો હતો જયારે ભારતનો વિશ્વ વ્યાપાર સ્થગિત થઇ ગયો હતો. આ સ્થગિતતાના કેટલાક મહિનાઓમાં ભારતે વૃધ્ધિ નોંધાવી હતી ત્યારે એન.ડી.એ.ના પ્રધાનો તેની જોરશોરથી જાહેરાત કરતા હતા. વાણિજય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન સુરેશ પ્રભુએ તા. 13મી ઓકટોબર 2017ના રોજ ટવીટ કર્યું હતું કે ભારતની વિકાસ ગાથા પાછી ફરી છે. 2017ના સપ્ટેમ્બરમાં નિકાસમાં 25.6 ટકાનો વધારો થયો છે. જે 2016ના સપ્ટેમ્બરની સરખામણીમાં વધુ છે.

આખા વર્ષની નિકાસનું શું? 302 અબજ ડોલર 2014 કરતાં ઓછી. પણ પ્રધાને આ વાત નહીં કરી કારણ કે તેનાથી એ વાત બહાર પડે કે મોદીએ શાસન સંભાળ્યું ત્યારથી આ નિકાસમાં ઘટાડો થાય છે તે વાત બહાર આવે. 2018ના ઓગસ્ટમાં તેમણે વચન આપ્યું હતું કે નિકાસ આવતાં પાંચ વર્ષમાં બમણી થશે. પણ સરકાર શું કરવા માંગે છે તે વાત તેમણે કરી ન હતી. મહામારીની પહેલી લહેર પછી વૈશ્વિક વ્યાપારમાં 2021માં વધારો થયો. સ્થગિતતા પછી તેમાં લગભગ 25 ટકાનો વધારો થયો. જણસો અને તેલના ભાવ પણ વધ્યા. ભારતની વેપારી નિકાસ 2021માં સૌ પ્રથમ વાર વધીને 400 અબજ ડોલરની સપાટીને આંબી ગઇ.

આ વર્ષની તા. 4થી એપ્રિલે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ અખબારી યાદી બહાર પાડી. ભારતે વેપારી નિકાસમાં સર્વકાલીન સિધ્ધિ પ્રાપ્ત કરી છે. 2021-22ના નાણાંકીય વર્ષમાં તે 417.81 અબજ ડોલર પર પહોંચી છે જે આગલા નાણાંકીય વર્ષના 291.1 અબજ ડોલર કરતાં 43.18 ટકા વધુ છે. 2020-21માં એટલે કે મોદીએ સત્તા સંભાળી તેનાં સાત વર્ષ પછી વેપારી નિકાસ તેમણે સિંહ પાસેથી સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યા ત્યારથી ઓછી છે અને છતાં ફરી એક વાર સરકાર વડા પ્રધાનની જાદુઇ નીતિઓ માટે યશ ખાટવા આગળ ધસી આવી. ભારત એક ટ્રિલિયન ડોલરની નિકાસ 2030 સુધીમાં કરવાનું લક્ષ્ય રાખે છે. પિયૂષ ગોયેલે એક ન્યૂઝ એજન્સીએ આ સમાચાર આપ્યા હતા. આ 1 ટ્રિલિયન એટલે 1000 અબજ.

પિયૂષ ગોયેલે કહ્યું કે આપણે આગામી છ થી સાત વર્ષમાં દર વર્ષે 100 અબજ ડોલરની વૃદ્ધિનો ખેલ પાડવા માંગીએ છીએ. આપણે કમમાં કમ 250 અબજ ડોલરના દ્વિપક્ષી વેપારનું લક્ષ્ય રાખીએ છીએ. આપણા તમામ ઉદ્યોગપતિઓ આને માટે સમયપત્રક ઘડે તેવું હું ઇચ્છું છું. મને લાગે છે કે તે શકય છે અને સૌ પ્રથમ વાર 400 અબજ ડોલરની ઐતિહાસિક રીતે સર્વોચ્ચ સિદ્ધિ ભારત માટે મેળવ્યા પછી હું નવા ઉત્સાહ સાથે બહાર આવું છું.

તેમણે રાબેતા મુજબ તોપ ફોડીને અમે લોકોનાં રોકાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારા અંદાજપત્રમાં આ વર્ષે સરકારી ભંડોળવાળા માળખા પર ભાર મૂકાયો છે જેની પુરવઠાની મર્યાદા દૂર કરવામાં મદદ મળશે. આ વૃદ્ધિ કેમ થઇ? મહામારી પહેલાંનાં વર્ષોમાં કેમ ન થઇ? આ વૃદ્ધિ કેવી રીતે થશે? 417 અબજ ડોલર પરથી 2030 સુધીમાં એક હજાર અબજ ડોલર! મતલબ કે દર વર્ષે 13 ટકાની વૃદ્ધિ! ગોયલે માર્ચના અંતમાં વાત કરી જયારે તેમની પાસે આગલા નાણાંકીય વર્ષના આંકડા હતા.

તા. 3જી ઓકટોબરે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ કહ્યું કે 2022ના સપ્ટેમ્બર અને ઓગસ્ટમાં નિકાસ આગલા વર્ષના એ જ ગાળા કરતાં ઘટી. યુક્રેનનું યુદ્ધ અને અમેરિકા સહિતના વિકસિત દેશોમાં પણ આવેલી મંદી કારણભૂત છે. પણ સરકારે તેના જવાબમાં શું કર્યું? નિકાસવૃદ્ધિનાં બણગાં કેમ હવાઇ ગયાં? કંઇ સારુ થાય એટલે યશ ખાટવા માટે પડાપડી કરતી સરકાર પછી કેમ ચૂપ થઇ જાય છે? કંઇ ખરાબ થાય કે ખોટું થાય તો મોં બતાવવા કેમ કોઇ આગળ નથી આવતું? વિશ્વ વ્યાપાર સંગઠને 2023ના વૈશ્વિક વ્યાપારવૃદ્ધિના પોતાના અંદાજમાં એક ટકાનો ઘટાડો કરી કહ્યું છે કે યુક્રેનના યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ ઘેરી બની શકે છે.

ભારત સરકાર કરશે નહીં તો આપણી નિકાસની વૃદ્ધિ ઘટશે જે કોવિડના કેટલાં વર્ષ પહેલાં વલણ હતું. આપણે વાત અહીં નિકાસની કરીએ છીએ પણ 2014થી આ સરકારે સત્તા સંભાળી છે ત્યારથી અર્થતંત્રમાં મોટે ભાગે આવું જ બને છે. કારણ ગમે તે હોય, પણ ભારતના વ્યાપાર ક્ષેત્ર સહિતના પત્રકારો લાંબા ગાળાના મુદ્દાના હેવાલ નથી આપતા. પરિણામે સરકાર મન ફાવે તે વાતો કરે છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top