Charchapatra

ધરતી કદી ઘરડી થતી નથી

ધરતી માતાએ કદી ભેદભાવ કે દ્વેષભાવ નથી રાખ્યો, ગરીબ-તવંગર, ખેડૂત, ખેડમજૂરો બધાને નાત-જાત જોયા વિના વસવાટ કરવા દીધો છે. આથી તેનો ઉપકાર માનવો જોઈએ. એક ખેડૂત જે જમીન પર ખેતીવાડી કરે ત્યાર પછી, તેની ઉંમર વધતાં ઘરડો થાય. અંતે મૃત્યુ પામે. પછી તેના પુત્રો તે જમીન પર ખેતી કરવા આવે. આમ પેઢી-દરપેઢી, વંશ- પરંપરાગત તે જ જમીન પર ખેતી થતી આવે છે.

આમ માણસની ઉંમર વધ્યા કરે પરંતુ જમીન કદી ઘરડી થતી નથી. જેમ તંદુરસ્ત રહેવા માટે કે લાંબુ જીવવા માટે સારો સાત્ત્વિક ખોરાક લેવો પડે છે તેમ જમીનને પણ ફળદ્રુપ, રસદાર-કસદાર બનાવવા માટે ઉત્તમ ખાતર-પાણીની માવજત આપવી પડે છે. ખેડૂત ઓછી મહેનત કરે તો પોષણક્ષમ ઉત્પાદન આવતું નથી. જ્યારે ભરપૂર ખાતર, પાણી આપો તો, મબલખ પાક ઊતરે છે. બેન્કમાંથી લોન લેવી હોય તો ખેડૂતે જામીન-સાક્ષી આપવા પડે, પરંતુ જમીને કદી ખેડૂત પાસે જામીન માંગ્યા નથી.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મહાકુંભ-મહાપર્વ
(પ્રયાગરાજ) અલ્હાબાદમાં ગંગા નદી ત્રિવેણી સંગમ કરે છે. ગંગા, યમુના અને સરસ્વતી, એટલે એને ત્રિવેણી સંગમ નામ આપ્યું છે. ગંગાનું પાણી સહેજ રતાશ પડતું, યમુનાનું પાણી સહેજ ભૂરાશ પડતું અને સરસ્વતીનું કોઈ પણ રંગ વગરનું પાણી. આમ ભારતમાં ત્રિવેણી સંગમનું મહત્ત્વ વધારે છે. નાગા બાવાના ઝુંડના ઝુંડ હિમાલયમાંથી આવે છે. નદીએ જવાના રસ્તાઓ પર ભોજનાલયો ચાલે છે. દાલ અને બાટી આ દૃશ્ય જોવાનું ભાગ્ય 1964માં મને થયું છે. ત્રિવેણી સંગમ પણ નજરે જોયો છે. સ્નાન પણ કર્યું છે.

ભારતમાં દરેક 59માં મેળાઓ લાગે છે તેમ અહીં મહામેળાનું સ્થાન બને છે. રસ્તામાં આજુબાજુ મોટા મોટા સ્ટોલો હોય છે અને દરેક વસ્તુ મળે છે. લેખકને કાનપુરની J.K.મિલનો સ્ટોલ સંભાળવા જવાનું થયું હતું. સિન્થેટીક યાર્નની શોધ J.K.એ કરી હતી. જેથી કોટન કે બીજા યાર્ન સાથે મેળવતા કાપડમાં કરચલીઓ પડતી નથી. કોટન મિલમાં સ્ક્રીન પ્રિન્ટીંગ શરૂ કરવાનું થયું. તે માટે લેખકનું અમદાવાદથી સિલેકશન થયું હતું. આમ ત્રિવેણી સંગમનું ભાગ્ય મળ્યું હતું.
પોંડીચેરી           – કે.ટી. સોની આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top