Business

વામન ગ્રહને પોતાના ગુરૂત્વાકર્ષણ માટે પૂરતું દળ હોય

વામન ગ્રહો (Dwarf Planets) એ આપણી સૂર્યમાળાના આકારથી ગોળાકાર એવા અવકાશી પદાર્થો છે. તેઓ સૂર્યની આસપાસ પોતાની નિશ્ચિત પરિભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય. તેમને પોતાના ગુરુત્વાકર્ષણ માટે પૂરતું દળ હોય કે જેથી તેઓ લગભગ ગોલક આકાર ધારણ કરી શકે. તેઓ કોઇ ગ્રહના ઉપગ્રહ ન હોય. તેમને શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહની જેમ વલયો ન હોય. આપણી સૂર્યમાળામાં પાંચ વામન ગ્રહો સેરીસ, એરીસ, હોમેઆ, મેઇક મેઇક અને પ્લુટો છે.

વામન ગ્રહોના બંધારણમાં ખડક અને બરફનો જથ્થો તેઓ અવકાશમાં કયા સ્થળે છે, તેના પર આધારિત છે

આપણી સૂર્યમાળાના પાંચ વામન ગ્રહોમાં સેરીસ એ એસ્ટરોઇડ પટ્ટામાં રહેલો છે, જયારે એરીસ, હોમેઆ, મેઇક મેઇક અને પ્લુટો કવાયપર પટ્ટામાં રહેલા છે. આ પહેલાં પ્લુટો આપણી સૂર્યમાળાનો નવમો ગ્રહ હતો. તેઓ સંગીન ખડક સ્વરૂપ પદાર્થોના અને / અથવા બરફ દ્રવ્યના બનેલા હોય. તેમના બંધારણમાં ખડક સામે બરફનો જથ્થો અવકાશમાં તેઓ કયા સ્થળે રહેલા છે, તેના પર આધાર રાખે છે. આંતરરાષ્ટ્રીય ખગોળ યુનીઅન (IAU) એ વામન ગ્રહની વ્યાખ્યા આપી છે કે વામન ગ્રહ એવો અવકાશી પદાર્થ છે કે જે સૂર્યની આસપાસ તેની નિશ્ચિત પરિભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. લગભગ ગોલક આકાર ધરાવવા માટે તે પોતાનું પૂરતું દળ ધરાવતો હોય, તેમના ઉપગ્રહો સિવાયના અન્ય અવશેષરૂપ પદાર્થો પણ તેની પરિભ્રમણ કક્ષામાં હોય, તે કોઇ ગ્રહનો ઉપગ્રહ ન હોય.

આપણી સૂર્યમાળામાં પાંચ વામન ગ્રહો સેરીસ, મેઇક મેઇક, એરીસ, પ્લુટો અને હોઉમેઆ છે

વામન ગ્રહ સેરીસનો વ્યાસ ૯૩૯.૮ KM. છે. તે એસ્ટરોઇડ પટ્ટામાં રહેલો સૌથી મોટા કદનો અવકાશી પદાર્થ છે. તેને વર્ષ 1801માં શોધવામાં આવેલો. વામન ગ્રહ ‘મેઇક મેઇક’ 1432-3 KM છે. તે કવાયપર પટ્ટામાં આવેલો છે. તેની શોધ વર્ષ 2005 માં કરવામાં આવી હતી. તેનો એક ઉપગ્રહ MK-2 છે. મેઇક મેઇક એ ક્વાયપર પટ્ટામાં બીજા નંબરનો સૌથી મોટા કદનો અવકાશી પદાર્થ છે. વામનગ્રહ એરીસનો વ્યાસ 2325.5 KM છે. તે ક્વાયપર પટ્ટાનો અવકાશી પદાર્થ છે. એરીસની શોધ વર્ષ 2003 માં કરવામાં આવેલી. તેની શોધ પછી તે વખતના આપણી સૂર્યમાળાના નવમા ગ્રહ પ્લુટોના ગ્રહ તરીકેના મોભા અંગેનો વિવાદ શરૂ થયો હતો. આ એરીસ એ પ્લુટો કરતાં 27 % વધારે દળદાર છે.

Vrittabharati | सूर्यमालेत नववा ग्रह सापडल्याचा दावा?

પ્લુટોનો વ્યાસ 2370 KM છે. તે ક્વાયપર પટ્ટાની નજીકના વિસ્તારમાં આવેલો છે. તેની શોધ વર્ષ 1930 માં કરવામાં આવી હતી. તે ક્વાયપર પટ્ટાની નજીકના વિસ્તારમાં આવેલો છે. વામન ગ્રહોને પણ પોતાના ઉપગ્રહો હોઇ શકે. પ્લુટોના પાંચ ઉપગ્રહ સેરોન, કર્બેરોઝ, સ્ટાઇક્સ, નીક્સ અને હાઇડ્રા છે. પ્લુટો પરનો એક દિવસ આપણી પૃથ્વીના 6.4 દિવસ એટલે કે 6 દિવસ 9 કલાક 36 મિનિટ જેટલો લાંબો હોય. પ્લુટોનો આ સેરોન એ પ્લુટોનો સૌથી નજીકનો ઉપગ્રહ સેરોન છે. વિજ્ઞાનીઓ માને છે કે પ્લુટોના આ તમામ ઉપગ્રહોની રચના ભૂતકાળમાં પ્લુટોની કોઇ બીજા અવકાશી પદાર્થની અથડામણને કારણે થઇ હતી જે અથડામણ આપણી સૂર્યમાળાના વધારે અગાઉના તબક્કા દરમ્યાન થઇ હોવી જોઇએ. પ્લુટોના આ પાંચ ઉપગ્રહોમાં સેરોન ઉપગ્રહ પ્લુટોની સૌથી વધારે નજીક છે. પ્લુટોનો વ્યાસ પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ ઓછો છે. ચંદ્રનો વ્યાસ 3474 KM છે.

હોમેઆ એ આપણી સૂર્યમાળાનો પાંચમો વામન ગ્રહ છે. તે 1923 કિ.મી. x 928.7 KMનો પટ ધરાવે છે. તે ક્વાયપર પટ્ટામાં આવેલો છે. તેના બે ઉપગ્રહ હી’ઇઆકા અને નમાકા છે. આ પાંચ વામન ગ્રહોમાંના 3 વામનગ્રહો વર્ષ 2004 અને વર્ષ 2005 ની વચ્ચેના સમયગાળા દરમ્યાન શોધવામાં આવ્યા હતા. પ્લુટોની સૂર્યની આસપાસની પરિભ્રમણ કક્ષા આપણી સૂર્યમાળાના આઠમા ગ્રહ નેપ્ચ્યુનની પરિભ્રમણ કક્ષા સાથે આંશિક રીતે સંપાત થાય છે.

ક્વાયપર પટ્ટો કેવોક વિસ્તાર છે?

ક્વાયપર પટ્ટો એ આપણી સૂર્યમાળાના છેલ્લા ગ્રહ નેપ્ચ્યુન ગ્રહ કે જે આપણા સૂર્યથી 30 AU દૂર આવેલો છે ત્યાંથી શરૂ કરીને 50 AU સુધી વિસ્તરેલો છે. આ એયુ એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ જ્યાં એક AU એટલે સૂર્ય અને આપણી પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર જે 14 કરોડ 96 લાખ KM. છે. આ કવાયપર પટ્ટોએ ઉર્ટ વાદળના કોચલા (શેલ) જેવા આકારમાં ચક્ર (ડીસ્ક) જેવા સ્વરૂપમાં રહેલો છે. કવાયપર પટ્ટો એ વિવિધ સાઇઝ ધરાવતા એસ્ટરોઇડોથી ભરચક છે. તે આ પાંચ વામન ગ્રહોમાંથી મોટા ભાગના વામન ગ્રહોનું ઘર છે. ઊર્ટ વાદળ એ ખરેખર તો વાદળ નથી, પરંતુ તે તો અબજો ધૂમકેતુઓથી ભરપૂર એક વિશાળ કોચલા (શેલ) સ્વરૂપ પ્રદેશ છે. તે તો દૂરનો બહુધા બરફ સમ્પન્ન ધૂમકેતુઓ જેવા પદાર્થોનો વિસ્તાર છે કે જે કવાયપર પટ્ટા સહિત આપણી સૂર્યમાળાને આવરી લે છે.

એસ્ટરોઇડ પટ્ટો પ્રગાઢ રીતે ભરચક નથી

આપણી સૂર્યમાળામાં એસ્ટરોઇડોની કુલ સંખ્યા ૯ લાખ ૫૮ હજાર ૫૬૮ અંદાજવામાં આવી છે. નીત નવા એસ્ટરોઇડો રોજીંદા દરે શોધાતા રહે છે.પણ એસ્ટરોઇડ પટ્ટો પ્રગાઢ રીતે ભરચક નથી. બધા એસ્ટરોઇડઝ ભેગા મળીને તેમનું કુલ દળ આપણા ચંદ્રના દળના ફકત ૫ % થવા જાય છે! સેરીસ સિવાયના ચાર વામન ગ્રહો મેઇક મેઇક, એરીસ, પ્લુટો અને હોમેઆ કવાયપર પટ્ટાના વિસ્તારમાં છે. તેઓ સૂર્યમાળાના છેલ્લા ગ્રહ નેપ્ચ્યુનની બહાર તેમની પરિભ્રમણ કક્ષાઓ ધરાવે છે. તેમને ‘પ્લુટોઇડ્‌સ’ કહેવામાં આવે છે. જયારે સેરીસ ગ્રહની સૂર્યની આસપાસની પરિભ્રમણ કક્ષા એસ્ટરોઇડ પટ્ટામાં છે. આ એસ્ટરોઇડ પટ્ટો ગુરુ અને મંગળ વચ્ચેના વિશાળ શૂન્યાવકાશમાં છે. વામન ગ્રહ સેરીસની શોધ વર્ષ ૧૮૦૧ માં, મેઇક મેઇકની શોધ વર્ષ ૨૦૦૫ માં, એરીસની વર્ષ ૨૦૦૩ માં, પ્લુટોની શોધ વર્ષ ૧૯૦૩ માં અને હોમેઆની શોધ વર્ષ ૨૦૦૪ માં કરવામાં આવી હતી.

Most Popular

To Top