Charchapatra

વાર્તાના દુષ્કાળ અને સોશ્યલ મિડિયા વચ્ચે મુરઝાતું બાળમાનસ

કોઈ યુવાન રોડ પર ચાલતા થાંભલે કેમ ભટકાયો? તપાસ કરીને ખ્યાલ આવ્યો કે એ દારૂની લતમાં ન હતો. સોશ્યલ મિડિયાનો વ્યસની હતો. હાઈફાઈ મોબાઈલ કે મિડિયા વ્યસની મા-બાપ પણ અજાણતાં જ બાળકના કિલ્લોલપૂર્ણ બચપણને મિડિયા કંપનીઓને ત્યાં ગિરવે મૂકી રહ્યા છે.  થોડા સમય પહેલાં હાઈસ્કૂલનાં બાળકોનાં વાલીઓની સભા થઇ. તેમાં પૂછવામાં આવ્યું કે કેટલી મમ્મીઓ પોતાના બાળકને રાત્રે સૂતાં પહેલાં એકાદ નાની વાર્તા સંભળાવે છે? અને દુઃખદ આશ્ચર્ય સાથે માત્ર ત્રણ આંગળી ઊંચી થઇ. આ કેવી કરુણતા કે આપણા બાળકનું ઘડતર કરે તેવી પાંચ વાર્તાઓના દુષ્કાળ વચ્ચે શ્વાસ લેતાં રહીએ છીએ.

બાદશાહ-બીરબલની કથાઓ, તેલનીરામની કહાનીઓ, જીવરામ જોશીના મિંયા ફૂસકી અને તભા ભટ્ટનાં રમતિયાળ પાત્રો સહિતની હજારો લાખો બાળકોના વ્યક્તિત્વનું પોષણ કર્યું હતું અને ઝગમગ, ફૂલવાડી, રમકડું કે ચાંદામામા જેવા વાર્તાનાં સામયિકો માટે આતુર હતાં. આજનાં મજબુર બાળકોને વાર્તાના દુષ્કાળ જોઇને અરેરાટી થાય છે. કેટલાં પેરેન્ટ્સ બાળકોને રાત્રે “ઘરસભા”માં બેસાડીને સરળ શબ્દોમાં,મન ઉભરાઈ ઊઠે તેવી રીતે બાળવાર્તાઓ કહે છે? કેટલાંક આધુનિક મા-બાપને “સ્ટોરી ટેલીંગ”ના મહિમા વિશે જાગૃતિ ખરી? આજે પણ ગુજરાતી માધ્યમની શાળાઓ બાળવાર્તા માટે ધીંગામસ્તી સહિતનાં સામયિકો બાળકોને વાંચતાં રાખ્યાં છે. તેઓનું ધ્યેય એક જ છે કે બાળકોને મોબાઈલ કલ્ચરથી દૂર રાખવા માટે બાળવાર્તા અને ઉખાણા સહિતમાં જોતરી દેતાં હોય છે.
– વીરેન્દ્રસિંહ અટોદરિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top