આપણી દુનિયાના પ્રાણીઓમાં સૌથી વધારે દુર્લભ એવી સિંધુ નદીની ડોલ્ફિનને પંજાબ રાજયના સત્તાવાર પ્રાણી તરીકેનો મોભો બક્ષવામાં આવ્યો છે. આ ડોલ્ફિન કે જે ભારત અને પાકિસ્તાનમાં બિયાસ નદીમાં જોવા મળે છે, તેને ફેબ્રુઆરી 1, 2019 ના રોજ સત્તાવાર રીતે જળ આધારિત પ્રાણી જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાતની સાથે સાથે પંજાબ રાજયના વન્ય ડીપાર્ટમેન્ટ દ્વારા સિંધુ નદીની ડોલ્ફિનની આ પ્રજાતિને જેના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે તેવી કક્ષામાં મૂકવામાં આવી છે. હવે પછી ડોલ્ફિનની આ પ્રજાતિને લુપ્ત થતી અટકાવવા માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત બ્લેક કાળિયારને પંજાબના સત્તાવાર પ્રાણી તરીકે અને બાજપક્ષી કે જેને ‘ઉત્તરીય ગોસહોક’ કહેવામાં આવે છે અને જેનું જીવવિજ્ઞાનના સંદર્ભમાં નામ ‘એકસીપીટર જેન્ટીલીસ’ છે, તેની પંજાબ રાજયના સત્તાવાર પક્ષી તરીકે જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ વાઇડ ફંડ (WWF) ના જણાવ્યા પ્રમાણે હાલમાં આ ડોલ્ફિનની સંખ્યા 1816 છે. આ ડોલ્ફિન પાકિસ્તાનમાં સિંધુ નદીમાં ‘ચાસમા’ અને કોતરી બંધોની વચ્ચે જોવા મળે છે. પંજાબમાં સિંધુ નદીની આ ડોલ્ફિન મુખ્યત્વે સતલજ અને બિયાસ નદીઓમાં જોવા મળે છે.
ગંગા નદીની ડોલ્ફિનને ભારતના ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ તરીકે જાહેર કરવામાં આવી
ગંગા નદીની ડોલ્ફિનને ભારતના ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ તરીકે જાહેર કરવામાં આવી છે. તેનું જીવવિજ્ઞાન સંબંધી નામ ‘પ્લાસ્ટાનીસ્ટા ગેન્ગેટીકા’ છે. હુગલી નદીમાં આ ડોલ્ફિનનું પહેલામાં પહેલું વર્ણન વર્ષ 1801 માં રોકસબર્ગે કર્યું હતું. ગંગા નદી ઉપરાંત આ ડોલ્ફિન બ્રહ્મપુત્રા, કર્ણાકૂલી અને મેઘના નદીઓમાં પણ જોવા મળે છે. હાલમાં આ ડોલ્ફિનને જેના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે તેવા વર્ગમાં મૂકવામાં આવી છે. તેને સાઇટ્સની પૂર્તિમાં પરિશિષ્ટ 1 હેઠળ મૂકવામાં આવી છે. આ ડોલ્ફિન એ માછલી જેવી લાગે છે, પણ ખરેખર તેઓ સસ્તન પ્રાણીઓ છે. ડોલ્ફિન ચાંચ જેવું નસકોરું ધરાવે છે. તેની પીઠ પર વળેલી પાંખ જેવી રચના હોય છે. તેઓ શરીરમાં હવા લેવા માટે વારંવાર પાણીની સપાટી ઉપર આવે છે. આ ડોલ્ફિન એ ડેલ્ફીનીડા સમૂહની સીટાસીઅન સમુદાયમાં રહેલા જળચર પ્રાણીનું સામૂહિક નામ છે. તેઓ ઉત્તરીય સમુદ્ર, બીજા હૂંફાળા સમુદ્રોમાં જોવા મળે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ વારંવાર પાણીની ઉપરની સપાટીએ આવે છે.
વર્ષ 2015માં ગંગા નદીમાં ડોલ્ફિનની સંખ્યા 22 હતી તે વધીને વર્ષ 2019 માં વધીને 34 થઇ ગઇ હતી
જે રીતે વાઘ એ જંગલની નિવસન પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે, એ જ રીતે આ ડોલ્ફિન નદીની નિવસન પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2015માં ગંગા નદીમાં ડોલ્ફિનની સંખ્યા જે 22 હતી તે સંખ્યા વધીને વર્ષ 2019 માં 34 થઇ ગઇ હતી. આથી જ તો ગંગા નદીની ડોલ્ફિનને ‘ગંગા નદીના વાઘ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ચીલીકા વિકાસ ઓથોરીટી’ અને રાજયની વન્ય જીવન પાંખ દ્વારા ચીલીકા સરોવરમાં ડોલ્ફિનની વાર્ષિક ગણતરી કરવામાં આવી હતી. આ વસતિ ગણતરીના અહેવાલ પ્રમાણે ઇરાવદી ડોલ્ફિનની સંખ્યા જે અગાઉ 146 હતી, તેમાં વધારો થઇને તે સંખ્યા વર્ષ 2021 માં 162 પર પહોંચી હતી.
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે
વડ કે જેનું વનસ્પતિ વિજ્ઞાનની પરિભાષામાં નામ ‘ફીકસ બેન્ગાલેન્સીસ’ છે, તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. આ વૃક્ષોની શાખાઓ નવા વૃક્ષોની જેમ જમીન સુધી નમીને ‘મૂળ’ સ્વરૂપ ધારણ કરે છે. આ મૂળ હવે નવા થડ અને ડાળીઓને ઉદ્ભવ આપે છે. આ વૃક્ષની આ લાક્ષણિકતા અને તેના દીર્ઘાયુને કારણે આ વૃક્ષને શાશ્વત માનવામાં આવે છે. વડનું વૃક્ષ ભારતની દંતકથાઓ અને બોધકથાઓનો એક અનિવાર્ય હિસ્સો બની રહ્યું છે. આજે પણ વડનું ઝાડ ગ્રામ્ય જીવનના કેન્દ્રસ્થાને છે અને ગામના નાગરિકોની મીટિંગનું આયોજન આ ઘટાટોપ વૃક્ષના છાંયડા હેઠળ કરવામાં આવે છે. વડનું વૃક્ષ વધુમાં વધુ 30 મીટરની ઊંચાઇ સુધી વૃધ્ધિવિકાસ પામી શકે તે ‘બનયન ફીગ’ તરીકે પણ જાણીતું છે.
તે ભારતીય ઉપખંડનું વૃક્ષ છે. છત્રછાયાના આવરણ સંદર્ભે તે દુનિયાના મોટામાં મોટા કદના વૃક્ષોમાંનું એક છે. એશિયા ખંડ જેનું મૂળ વતન છે, તેવું આ વૃક્ષ નિરંતર રીતે લીલું રહેતું વૃક્ષ છે. 10મી સપ્ટેમ્બર, 2020ની જાણકારી મુજબ વડનું ઝાડ થડ જેવા તેના હવાઇ મૂળિયા સહિતનું વૃક્ષ છે. તે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. તે મોટા કદનું, ઝડપથી વૃધ્ધિ વિકાસ પામતું, નિરંતર લીલું એવું વૃક્ષ છે, જેને મોટા પાયા પર પૃથ્વીના ટ્રોપિકલ અને ઉપટ્રોપિકલ વિસ્તારોમાં પણ દાખલ કરવામાં આવ્યું છે. તેનું મૂળ ઉદ્ભવ સ્થાન ભારત છે. ભારતીય ઉપખંડમાં આ વડનું વૃક્ષ સંસ્કૃતિ, લોકકથાઓ અને સાહિત્યના સંદર્ભમાં એક ‘આઇકોનિક ફીગર’ બની રહ્યું છે. તેનાં પાંદડાંઓ લીલાં હોય. વ્યાપ અને ઊંચાઇના સંદર્ભમાં તે દળદાર વૃક્ષ છે. એવું જણાવાય છે કે દુનિયાના તમામ વૃક્ષોમાં તે વધારેમાં વધારે છત્રછાયા ધરાવે છે. આપણા દેશમાં મધ્યપ્રદેશ રાજય દ્વારા આ વડના વૃક્ષ ‘ફીકસ બેન્ગેલેન્સીસ’ ને રાજયના વૃક્ષ તરીકેનો મોભો પ્રદાન કરવામાં આવ્યો છે.