વધુ ચરબીયુક્ત ખોરાક અને તેલ અને તેલની હાનિકારક અસરો અંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શિક્ષિત કરવા તથા સ્વસ્થ આહારની ટેવોને પ્રોત્સાહન આપવા દૈનિક રીમાઈન્ડર તરીકે સેવા આપવા માટે સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ શાળાઓને બાળકોના ખાંડનાં સેવન પર દેખરેખ રાખવા અને ઓઈલ બોર્ડની રચના કરવાના નિર્દેશ આપ્યા છે.
બાળકોના ખાંડના સેવન પર દેખરેખ રાખવા અને ઘટાડવા માટે બોર્ડે શાળાઓને સુગર બોર્ડની રચના કરવાના નિર્દેશ આપ્યાના બે મહિના પછી ઓઈલ બોર્ડ લગાવવાને નવા નિર્દેશ આપવામાં આવ્યા છે. બાળકોને વધું ચરબીયુક્ત આહાર લેવાથી થતા રોગોથી બચાવવા ઓઈલ બોર્ડ લગાવવેનો સીબીએસઇનો નિર્દેશ સ્તુત્ય અને આવકારદાયક છે. દેશની તમામ નાની મોટી શાળાઓમાં પણ આવા પગલાં લેવામાં આવે તો અવશ્ય વધુ ચરબીયુક્ત આહાર અને ઓઈલની હાનિકારક અસરોથી બાળકોને બચાવી શકાશે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પેપર- પ્લાસ્ટિક અને કુલ્હડ
રેલવે સ્ટેશનોના સ્ટોલ પર અને ડબ્બાઓમાં પ્લાસ્ટિક કે પૂંઠાના કપ-પ્યાલાના વિકલ્પમાં માટીના કુલ્હડનો વપરાશ કરવાનો અમલ કરવા રેલવે તંત્રે બે વારના નિષ્ફળ પ્રયાસ બાદ ત્રીજીવાર પ્રયાસ આદર્યો છે. જે મુજબ માટીના કુલ્હડમાં ચા અને છાશ આપવા જે એક સ્તુત્ય પગલું કહી શકાય. કેમ કે પેપર અને પ્લાસ્ટિક આરોગ્ય માટે ખૂબ જોખમી છે. ઉત્પાદકો આ કપ લીક ન થાય, તે માટે વેકસનું એક નાનું પાતળું આવરણ લગાવે છે.
ઉપરાંત તેનું ટકાઉપણુ જાળવવા પોલિથીન અને પેરાફિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તેમાં ગરમ ચા-કોફી ભરવામાં આવે ત્યારે તે પીગળે છે. અને આ ડિસ્પોઝેબલ કપમાંથી કેટલુંક વેકસનું પણ પીનાર સેવન કરે છે. નિષ્ણાંતોના મતે આવા કપમાં ચા-કોફી પીવાથી જઠરમાં એસિડ પ્રવેશે છે અને તે આંતરડામાં અવરોધ ઉભો કરે છે. આજકાલ પ્લાસ્ટિક-પેપર કપનો ઉપયોગ તેની સગવડતાને લીધે ઓફિસ, કેન્ટીન, હોસ્પિટલ કે જાહેર સ્થળોએ પણ આરોગ્યના વિકલ્પે જોખમે વધ્યો છે. ત્યારે માટીના કુલ્હડ આરોગ્ય માટે પ્રમાણમાં વધુ સારા સાબિત થઇ શકે એમાં બેમત નથી.
સુરત- કલ્પના વિનોદ બામણીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.