વડોદરા : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જર્જરિત 7 શાળાઓ ને ઉતારી લેવાનો નિર્ણય 2018 -19 માં થયા બાદ શાળાઓ બંધ કરી દેવાઈ છૅ. પણ હજુ સુધી એ શાળાઓ તોડી નવી શાળાઓ નથી બનાવાઈ. પાલિકા દ્વારા જાહેરાતો કરવામાં આવી રૂપિયાના ફાફા હોવાથી એક જ શાળાની કામગીરી શરૂ કરવામાં આવી. પાલિકા સંચાલિત શહેરની તમામ આંગણવાડી અને શાળાઓની ઇન્સ્પેક્શન કરવામાં આવે તો ૭૦ ટકા જર્જરિત જોવા મળશે. નિદ્રાધીન પાલિકા તંત્ર નો ઉત્તમ નમૂનો. કોર્પોરેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 76 ઇમારતો માં 120 શાળા ઓ ચાલે છે.
જેમનો 2018 -19 માં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરાયો જેમાં 7 શાળાઓ એવી નોંધાઇ કે જે જર્જરિત હતી. કોર્પોરેશન ની નિર્ભયા શાખાએ તમામ 7 શાળાઓ ઉતારી લઈ ત્યાં નવી શાળા બનાવવા આદેશ કર્યા હતા, આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને અન્ય શાળા માં ભણવા માટે મોકલવામાં આવી રહ્યા છે.જોકે દોઢ વર્ષ પહેલા જર્જરિત શળાઓ ઉતારી લેવાના આદેશ બાદ પણ ફક્ત એક શાળા વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા તોડી નવી બનાવવા ની શરૂ થઈ છે. બીજી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નો પહેલો માળ ઉતારી લેવાયો છે. જ્યારે અન્ય 5 શાળાઓ આજની તારીખ માં ભયજનક કહી શકાય એવી શાળાઓ ઉભીં જ છે.શાળા ને જોઈ લાગી શકે કે આ ગમે ત્યારે ધરસાઈ થઈ શકે છે. રહેણાક વિસ્તાર અને મુખ્ય રસ્તાઓ પર આવેલી શાળા પડે તો લોકો ના જાનમાલ ને નુકશાન થઇ શકે છે આવા સંજોગો માં કોર્પોરેશન તંત્ર જવાબદાર કહી શકાય.
જે નિર્ણય ને દોઢ વર્ષ વીતી ગયો, દોઢ વર્ષ માં તો જર્જરિત ઇમારત ડીમોલિસ કરી નવી પણ બનાવી દેવાય હોય પણ તંત્ર ને ફક્ત સ્માર્ટ સીટી માં હાથ ધરાતા કરોડો ના નિર્ણય ને પ્રાથમિકતા અપાય છે. શહેરમાં પાલિકા સંચાલિત સ્કૂલો માં જર્જરિત બિલ્ડિંગમાં અગાઉ બાળકોને ભણવા માટે બેસાડવામાં આવ્યા હતા. પાલિકાએ 7 શાળા ઓ ની જાહેરાતો કરવામાં આવી પરંતુ રૂપિયા ન હોવાથી એક જ સ્કૂલનું કામગીરી શરૂ કરવામાં આવી.
શાળામાં જો કોઈ હોનારત નાના બાળકો ગભરાય જાય અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? પાલિકા સંચાલિત દ્વારા આવી તમામ આંગણવાડી શાળાઓમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે તો ૭૦ ટકા જર્જરિત જોવા મળશે. પાલિકામાં અધિકારીઓ-નેતાઓ અને ઇજારદાર ખોટું કામ કરતાં ગભરાતા નથી કારણ કે તેમાં ભાગ બતાઇ ના કારણે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેના કારણે કામગીરીમાં ઇજારદાર દ્વારા કોલેટી કામ આપવામાં આવતું નથી. જેના કારણે નાગરિકોના વેરાના પૈસા પાણીમાં જાય છે.જે વિદ્યાર્થીઓ ની શાળાઓ બંધ થઈ અને અન્ય જગ્યાએ ભણવા જવું પડે છે તેમની સમસ્યા નું તંત્ર વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.