સંસ્કૃતિનું ગૌરવ આપણે ભલે લઇએ પણ જેટલા વાર તેટલા તહેવાર અને ઉત્સવોની ભરમારમાન આપણે વિવેક ચુકીએ ત્યારે રથયાત્રા, સરઘસ કે વિસર્જન વેળા કલાકે સુધી ટ્રાફીક જામ અને ઢોલ નગારાનો ઘોંઘાટ, કેટલાય દિવસો સુધી માઇકોનો અવાજ, દિવાળી નાતાલ જેવા તહેવારોએ રોશની કે ફટાકડા ફોડી વ્યકત કરાતો આનંદ. તહેવારોના મધ્યમથી જલ, વાયુ, ભૂમિનું પ્રદૂષણ સાથે, ભકિતભાવને સાઇડ પર મૂકી દેખીતી રીતે ઉત્સવો બિનજરૂરી ઉપદ્રવી બની રહ્યા છે ત્યારે ચિંતા સહ ચિંતન જરૂરી છે.
બામણિયા – મુકેશ બી. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.