Charchapatra

વિમાનની મુસાફરીએ ઊભી કરેલી મુશ્કેલીઓ

લોકો વિમાનની મુસાફરી એટલા માટે કરતા હોય છે કે તેઓ ઓછા સમયમાં પોતાનાં ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ માટે સ્થાનિક લોકો ઘરેથી વહેલાસર નીકળીને વિમાન મથકે પોતનાં વાહનમાં કે અન્ય રીતે પહોંચે છે. વિમાન મથકે પહોંચવા માટે પ્રતિ ચાર કલાક વહેલાં નીકળવું પડે છે. વિમાન મથકે જાત જાતની તપાસમાંથી પસાર થઇને મુખ્ય મથકે પહોંચે છે. તેમનાં સામાનની તપાસ થાય છે અને જેને અલગથી વિમાનમાં મૂકવામાં આવે છે.

આ બધુ સામાન્ય રીતે થાય છે. ઘેરથી નીકળીને વિમાનમાં બેસે ત્યાં સુધીમાં વાહન મુકવાથી લઇને પોતાના સામાનની તપાસ સુધીની અગવડ-સગવડથી આપણે ટેવાય ગયા છીએ. પણ હવે જ બધી તકલીફોની હારમાળા શરૂ થાય છે. વિમાનમાં બેસવાની રાહ જોતાં હોય ત્યાં વિમાન બે-ચાર કલાક મોડું ઉપડવાની જાહેરાત થાય છે ત્યારે જેને આગળનાં બીજા વિમાનમાં જવાનું હોય તેઓ બેબાકળા થઇ જાય છે અને િચંતામાં મુકાય જાય છે. કયારેક ઉપડનાર વિમાન જ રદ થાય છે ત્યારે તો મુસાફરોનાં જીવ અધ્ધર થઇ જાય છે.

કારણકે તેમને આગળનું વિમાન પકડવાનું હોય છે. તેનું આખંુ સમયપત્રક જ અસ્તવ્યસ્ત થઇ જાય છે. આ સમયે મુસાફરની સ્થિતિ કફોડી થઇ જાય છે. તે સ્પષ્ટ નિર્ણય લઇ શકતો નથી.તે માનસિક દબાણ હેઠળ આવી જાય છે. હમણાં જ એક વિમાનમાં મુસાફરોનો સામાન લઇ જવાનો જ રહી ગયો. આ મુસાફરોની કેવી હાલત થઇ હશે તેની કલ્પના કરવી રહી. આ બધા જ પ્રશ્નો ઉપરાંત વાર-તહેવારે વિમાની કંપનીઓ દ્વારા અચાનક જ ભાડામાં ત્રણથી ચાર ગણો વધારો કરી દેવામાં આવે છે તે કેટલું વ્યાજબી કહી શકાય! આ વિમાની કંપનીઓ પાંચ હજારનાં સીધા જ વીસ હજાર લે તેમ છતાં તેની સામે કોઇ પગલા લેવામાં અાવતાં નથી! હા, હવે તો સરકારે જ વધુ ભાડા લેવાની મંજુરી આપી દીધી છે તેમાં પ્રજા શું કરે?
ગાંધીનગર   -ભગવાનભાઇ ગોહેલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top