Business

એ ફિલ્મનાં સંવાદો આજે ૫૦ વરસે પણ ઘરે ઘરમાં ગુંજે છે

૫૦ વરસ પહેલા ગુજરાતી ફિલ્મ જય સંતોષી માતા સાથે રજુ થયેલી જી.પી. સિપ્પી અને રમેશ સિપ્પીની શોલે ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ ના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તમામેં તમામ કલાકારોનું પાત્રાલેખન ખૂબ જ બારીકાઈથી લખવામાં આવ્યું હતું. માત્ર અલપઝલપ દેખાતો મેક મોહન પણ સાંભા તરીકે જ ઓળખાય છે. ઇમામ સાહેબના પાત્રમાં એ.કે. હંગલનો સંવાદ ‘ઇતના સન્નાટા ક્યું હૈ’ હજુ કોઈ ભૂલ્યું નહી હોય. અસરાનીનો સંવાદ પણ પણ આજે લોકોને યાદ છે.

‘હમારી જેલમેં સુરંગ’ બીજા એક હાસ્ય કલાકાર જગદીપનું નામ પણ સિને રસિકો નહી ભૂલ્યાં હોય ‘સુરમા ભોપાલી’ ફિલ્મ આજે જોઈએ તો ફિલ્મમાં ઘણી બધી હિંસા બતાવવામાં આવી છે એક મિત્ર કહે છે કે આખી ફિલ્મમાં ઘોડા દોડતા બતાવવામાં આવ્યા છે. જય અને વીરુએ પણ જબરી જમાવટ કરી હતી. આજે પણ ગબ્બર તરીકે અમજદ લોકપ્રિય છે. સલીમ જાવેદે દરેક પાત્ર પાછળ મહેનત કરી છે ટૂંકા પણ ચોટદાર સંવાદો દરેક પાત્રને આપ્યા છે. ઠાકુરના પાત્રમાં આપણા મૂળ સુરતી સંજીવકુમારે જબરો રંગ જમાવ્યો હતો. હિંસાથી ભરપૂર ફિલ્મમાં ગીત સંગીત પણ સારું છે તમામ ગીત આજે પણ લોકપ્રિય છે. ફિલ્મના ટૂંકા પણ ચોટદાર સંવાદો આજે પણ લોકપ્રિય છે. ‘કિતને આદમી થે?’ ‘હોલી કબ હૈ’ ‘જો ડર ગયા વો મર ગયા’. મુંબઈમાં મિનરવામાં શોલે સતત ૬ વરસ ચાલી હતી.
આંબાવાડી, સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top