ઇરાનથી પોતાના જરથોસ્તી ધર્મની રક્ષા માટે ભારતના સંજાણ બંદરે ઊતરેલાં પારસીઓનો ભાતીગળ ઇતિહાસ છે. લગભગ દરેક ક્ષેત્રમાં પારસીઓનું આગવું પ્રદાન છે. ભારતમાં જ જે શહેર – જિલ્લા, ગામડાંઓમાં વસ્યા અને પોતે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. પારસીઓએ જે ધંધો – વ્યવસાય સ્વીકાર્યો તેમાં તેઓની નીતિમત્તા, નિષ્ઠા – પ્રમાણિકતા – કાયમ રહી છે. ઇમાનદારી પારસીઓનો શ્રેષ્ઠ ગુણ છે.
લગભગ કોઇ પારસી બેનંબરી – ધંધા, બ્લેક-મેઇલીંગ, ગદ્દારી, ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલો નથી, સ્વમાની પણ એટલા હોય છે, પારસી સજજન, પદ્મશ્રી યઝદી કરંજિયા કહે છે, ધર્મ અને પ્રતિષ્ઠાના ભોગે પારસી કદી ખોટું કાર્ય કરતો નથી કે આતશ-બહેરામની સામે ઊભા રહીને જુઠ્ઠી કસમ ખાતા નથી. દિનપ્રતિદિન પારસીઓની વસ્તી ઘટતી જાય છે, છતાં પારસી ધર્મમાં વટાળ પ્રવૃત્તિ ચાલતી નથી, કેમકે પારસી મા ની કૂખે -જન્મ લેનારો જ સાચો પારસી કહેવાય છે. એટલે જ સવાયા – ગુજરાતી, વફાદાર પારસીઓની અલગ ઇમેજ છે. તરસાડા -પ્રવીણસિંહ મહિડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.