અત્યારે સુવર્ણયુગ ચાલી રહ્યો છે અને આ સુવર્ણયુગમાં સાહેબને 15 લાખ લોકોનાં ખાતામાં નાખવાં છે. એક ડોલરને એક રૂપિયો બરાબર બનાવવો છે, સો સ્માર્ટ સિટી બનાવવાં છે, પેટ્રોલ ડીઝલ પાણી જેટલાં સસ્તાં કરવાં છે. દરેક શહેરમાં વાઈટ કોલર નોકરીઓનો ઢગલો કરવો છે. આ બધાં જ કાર્ય માટે એમને એક જ નેતા નડે છે એ છે નહેરુ. જો નહેરુએ વંદે માતરમને રાષ્ટ્રગીત બનાવી દીધું હતું તો અત્યારે આપણને આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ ચૂકી હતી પણ નહેરુના કારણે આપણને આ પ્રાપ્ત ન થઈ શક્યું. નાનું બાળક પોતાના નિષ્ફળ વર્તમાનને છુપાવવા પોતાની ભૂલનો ટોકરો ભૂતકાળની પરિસ્થિતિઓ પર નાખતો જાય છે પણ અહીં સાહેબનું વલણ એ નાના બાળક કરતાં પણ નાનું છે.
પહેલાંના જમાનામાં મહારાજાઓ પ્રજાના વિરોધથી બચવા પોતાને ભગવાનની ઉપાધિ કે તેના સમકક્ષ કોઈ ઉપાધિ પોતે પોતાને આપી દેતા જેથી પ્રજાને રાજા પ્રત્યે આદરભાવ અને શ્રદ્ધા જાગે પણ આજકાલ સાહેબ અને એની ટીમ એ જ કાર્ય કરી રહી છે. પણ સાહેબને લગભગ એ ભાન ન હતું કે રાજા મહારાજા સામે વિપક્ષ જેવું કંઈ ન હતું અને સાહેબ પાસે તો નહેરુના કુળ અને મૂળ બંને કહી શકાય તેવું વિપક્ષ છે. અંતે બસ એટલું જ કે કટ્ટરતાનાં ચશ્માં પહેરેલાં માટે સાહેબ ખરેખર અવતારપુરુષ જ છે.
અડાજણ, સુરત – ગિરીશ પોપટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.